Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

આરોગ્‍યના દરોડા

આઝાદ હિન્‍દ અને અક્ષર ગોલામાં ચેકીંગઃ ૫૭ કિં. અખાદ્ય માવો-રબડીનો નાશ

રાજકોટ, તા. ૧૦ :  મ્‍યુ. કોર્પોરેશનના નાયબ આરોગ્‍ય અધિકારી ડો. રાઠોડ ત્‍થા ઇન્‍સ્‍પેકટરોની ટુકડીએ આજે પ્રસિધ્‍ધ આઝાદ હિંદ ગોલા અને અક્ષર આઇસ્‍ક્રીમ ગોલામાં દરોડા પાડી અને પ૭ કિ.લો. જેટલો અખાદ્ય માવો અને રબડી સહિતની અખાદ્ય ચીજાોે નાશ કરી બંને વેપારીઓને નોટીસો ફટકારી હતી.

આ અંગે નાયબ આરોગ્‍ય અધિકારી ડો. રાઠોડના જણાવ્‍યા મુજબ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્‍ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ઉનાળાની ઋતુ દરમ્‍યાન શેરડીના રસ, બફરના ગોલા તથા આઇસક્રીમનો વધારે ઉપયોગ લોકો કરતા હોય છે. લોકોને આરોગ્‍યપ્રદ શેરડીનો રસ, બરફના ગોલા તથા આઇસક્રીમ મળી શકે તે માટે શહેરના જુદા જુદા વિસ્‍તારોમાં પાંચ ટીમ બનાવી ઉપરોકત તમામ ધંધાર્થીઓ પર ચેકીંગ ઝુંબેશ કરેલ હતી.

જેમાં આઝાદ હિંદ ગોલાવાલા (ત્રિકોણબાગ પાસે)ને ત્‍યાં ચેકીંગ દરમિયાન (૧) ગોલા બનાવવા ઉપયોગમાં લેવાતો માવો, માવા રબડી અનહાઇજીનીક કંડીશનમાં મળી આવેલ હોવાથી સ્‍થળ પર પ૭ કીગ્રા. જથ્‍થો નાશ કરેલ છે. (ર) સ્‍થળ પર ફૂડ લાઇસન્‍સ ન હોવાથી તથા અનહાઇજીનીક કંડીશનમાં બરફનો સ્‍ટોરેજ કરવાથી નોટીસ આપેલ છે. (૩) ગોલામાં નાંખવા માટે કાજુ, પિસ્‍તા તથા કીસમીસ ખોરા હોવાથી નાશ કરેલ છે (૪) ગોલાની સાથે આપવામાં આવતી ડીસ્‍પોઝેબલ ચમચી ધોઇને રીયુઝ કરાતી હોવાથી નાશ કરેલ છે.

જયારે અક્ષર ગોલા વીથ આઇસક્રીમ (સાધુ વાસવાણી રોડ)ને ત્‍યાં ચેકીંગ દરમિયાન (૧) સ્‍થળ પર ફૂડ લાઇસન્‍સ ન હોવાથી તથા અનહાઇજીનીક કંડીશનમાં બરફનો સ્‍ટોરેજ કરવાથી નોટીસ આપેલ છે. (ર) ગોલાની સાથે આપવામાં આવતી ડીસ્‍પોઝેબલ ચમચી ધોઇને રીયુઝ કરાતી હોવાથી નાશ કરેલ છે.

ર૧ શેરડીનો ચિચોડામાં ચેકીંગ બરફનો નાશ કાચના ગ્‍લાસ જપ્ત

જયારે શ્‍યામ રસ સેન્‍ટર, તુલસી બાગ મેઇન રોડ, મુરલીકર ડીલક્ષ રસ ડેપો સોમનાથ સોસ. ૧પ૦ ફૂટ રીંગ જયબાલાજી રસ સેન્‍ટર- સોમનાથ સોસાયટી મેઇન રોડ, જય બાલાજી રસ સેન્‍ટર સોમનાથ સોસાયટી મેઇન રોડ, દ્વારકાધીશ રસ ડેપો ગોપાલ ચોક પાસે, સોહનભાઇ રસનું ગાડુ નાના મવા મેઇન રોડ, કેએચકે રસ પાર્લર સાધુ વાસવાણી રોડ, ઉમિયાજી રસ પાર્લર સાધુ વાસવાણી રોડ, બાપાસીતારામ રસ સાધુ વાસવાણી રોડ, શ્રીરામ રસ પાર્લર સાધુ વાસવાણી રોડ, બજરંગ રસ પાલેર ૧પ૦ ફૂટ રીંગ રોડ, ગોકુલ રસ ઢેબર રોડ, શંકર કોલ્‍ડ્રીકસ એન્‍ડ રસ જુની ખડપીઠ, મોહનસીનભાઇ ગાડાવાલા જુની ખડપીઠ, માં આશા પુરા રસ કોર્નર કોઠારીયા નાક, આશાપુરા રસ, પેલેસ રોડ, આશાપુરા મંદિરની બાજુમાં, રાજ મંદિર રસ સેન્‍ટર પેલેસ રોડ, ભગત રસ ડેપો પ્રહલાદ પ્‍લોટ મેઇન રોડ, બાલાજી રસ ડેપો ભુપેન્‍દ્ર રોડ, સંગમ રસ એન્‍ડ કોલ્‍ડ્રીંકસ સદર મેઇન રોડ, એસ.એમ. રસ સેન્‍ટર ફુલછાબ ચોક, એસ.ટી. ડેપો રસ સેન્‍ટર એસ.ટી. સ્‍ટેશન વગેરે શેરડીના રસનો વિચોડાનું ચેકીંગ કરાયેલ.

ઉપરોકત તમામ ધંધાર્થીઓ પાસે સ્‍થળ પર ફૂડ લાયસન્‍સ ન હતુ તથા તમામે કાચના ગ્‍લાસમાં રસ આપી વેચાણ કરતા હતા અને શેરડીના રસમાં અનહાઇજીનિક કંડીશનમાં રાખેલ બરફનો ઉપયોગ કરતા હાોવથી તથા શેરડીના રસ્‍ના છોતરા ખુલ્લા રાખેલ હતા તેથીતમામ ધંધાર્થીઓને નોટીસ આપેલ છે. ત્‍થા કાચનાં ગ્‍લાસ જપ્ત કર્યા હતા.

ઉપરોકત કામગીરી આરોગ્‍ય અધિકારી ડો. પંકજ રાઠોડ તથા ડેઝીગ્નેટેડ ઓફીસર અમિત પંચાલના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફટી ઓફીસર રાજુલ પરમાર, વાઘેલાભાઇ, કેતનભાઇ,સરવૈયાભાઇ તથા મોલિયાભાઇ દ્વારા કરવામૌં આવેલ હતી.

(3:39 pm IST)