Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

વન-ડે-વનવોર્ડ સ્‍વચ્‍છતા ઝૂંબેશ

૧૮ વોર્ડમાંથી ૪૭૩૧ ટન કચરાનો નિકાલઃ ર૧,રર૦ ઘરમાં ફોગીંગ

સેનેટેશન ચેરમેન આશિષ વાગડીયા-આરોગ્‍ય ચેરમેન મનીષ રાડિયાના માર્ગદર્શન હેઠળ સતત ૧૮ દિવસની ઝૂંબેશનું સરવૈયુ જાહેર

રાજકોટ તા.૧૦ : સ્‍વચ્‍છ ભારત અભિયાન અંતર્ગત વન-ડેવન વોર્ડ' સફાઇ ઝૂંબેશને પ્રજાજનો તરફથી જબરો પ્રતિસાદ મળીઓ હોય એક સાથે ૩૯પ૮ વિસ્‍તારોની સઘન સફાઇ સફળતાપૂર્વક થઇ ચુકી હોય, જેમાં કુલ ૪૭પ૧ મે. ટન કચરાનો નિકાલ કરેલ છે જયારે ર૧ હજાર ઘરમાં ફોંગીગ કરવામાં આવ્‍યું હતું તેમ પુષ્‍કર પટેલ, આશીષ વાગડીયા તથા મનીષભાઇ રાડીયાએ જણાવ્‍યું હતું.

આ અંગે પુષ્‍કરભાઇ, આશીષભાઇ, મનીષભાઇએ જણાવ્‍યું હતું કે ઝોન વાઇસ વેસ્‍ટ ઝોનમાં સમાવિષ્‍ટ વોર્ડ નં. ૧,,,૧૦,૧૧, અને ૧ર એમ ટોટલ ૬ વોર્ડના ૧૦ર૮ વિસ્‍તારોની સફાઇ કરાવવામાં આવી જેમાં ર૩ મેઇન રોડ, ૧૦૩ ખુલ્લા પ્‍લોટો, પર ન્‍યુસન્‍સ પોઇન્‍ટ અને ૬ હોકળાની સફાઇ કરવામાં આવી જેના માટે ર૪૮ ટીપરવાનના ફેરા ૭૪ ડમ્‍પર વાનના ફેરા ૩૧ ટ્રેકટરના ફેરા અને ૩ર જે.સી.બી.ઉપયોગમાં લીધેલા ઉપરાંત ૬પ જેટલી મેલેશિયોન પાવડરની થેલી તેમજ ૩૦૬ જેટલી ચુનાના પાવડરની થેલીઓનો છંટકાવ કરવામાં આવેલ તેમજ કુલ ૧૬૬૮ મે.ટન કચરાનો નિકાલ થયો.

એ જ રીતે સેંટ્રલ ઝોનમાં સમાવિષ્‍ટ વોર્ડ નં.ર,,,૧૩,૧૪, અને ૧૭ એમ ટોટલ ૬ વોર્ડના ૧પ૩૦ વિસ્‍તારોની સફાઇ કરાવવામાં આવી જેમાં ટોટલ પર મેઇન રોડ ૧૧ર ખુલ્લા પ્‍લોટો, ૬ર ન્‍યુસન્‍સ પોઇન્‍ટ અને ૧૭ હોકળાની સફાઇ કરવામાં આવી જેના માટે ૧૯૬ ટીપરવાનના ફેરા ૮પ ડમ્‍પરવાનના ફેરા ૩૮ ટ્રેકટરના ફેરા અનેર૮ જે.સી.બી.ઉપયોગમાં લીધેલા, ઉપરાંત ૮ર મેલેથિયોન પાવડરની થેલી તેમજ ૬૮૧ ચુનાના પાવડરની થેલીઓનો છંટકાવ કરવામાં આવેલ તેમજ કુલ ૧૭૪૩ મે. ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ.

તદ્દઉપરાંત ઇસ્‍ટ ઝોનમાં સમાવિષ્‍ટ વોર્ડ નં.૪,,, ૧પ, ૧૬, અને ૧૮ એમ ટોટલ ૬ વોર્ડના ૧૪૦૦ વિસ્‍તારોની સફાઇ કરાવવામાં આવી જેમાં ટોટલ ૩ર મેઇન રોડ, પ૧ ખુલ્લા પ્‍લોટો ૭૪ ન્‍યુસન્‍સ પોઇન્‍ટ અને ૧ર હોકળાની સફાઇ કરવામાં આવી જેના માટે૧૬૮ ટીપરવાનના ફેરા, પ૮ ડમ્‍પરવાનના ફેરા, ૬૭, ટ્રેકટરના ફેરા અને ર૯ જે.સી.બી. ઉપયોગમાં લીધેલા ઉપરાંત ૯૦ મેલેથિયોન પાવડરની થેલી તેમજ ૭ર૪ ચુનાના પાવડરની થેલીઓનો છંટકાવ કરવામાં આવેલ તેમજ કુલ ૧૩૪૦ મે.ટન કચરાનો નિકાલ કરાયો.

આ ઉપરાંત દરેક વોર્ડના વિસ્‍તારોમાં પહજાર  ઘરમાં પોરાનાશક ગપ્‍પી માછલીનું વિતરણ કરાઇ હતું ત્‍થા ર૧ હજાર ઘરોમાં ફોંગીગ કરાયું હતું.

આ રીતે સ્‍વચ્‍છ ભારત અભિયાન અંતર્ગત વન ડે વન વોર્ડ'સફાઇ ઝૂંબેશમાં વોર્ડ વાઇસ કામગીરી કરવામાં આવી જેમાં અલગ અલગ વોર્ડમાં  ઉપસ્‍થિત રહેલા વોર્ડના કોર્પોરેટરો, ધારાસભ્‍યો, અધિકારીઓએ, કાર્યકર્તાઓ, વિગેરે, મહાનુભાવો તેમજ સફાઇ કામદારો કે જેમણે રાજકોટને સ્‍વચ્‍છ બનાવવાના અભિયાનમાં આટલા દિવસ મહેનત કરી અને રાજકોટની જનતા જેમણે આ અભિયાનમાં સાથ સહકાર આપેલો હોય તેમનો સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, સેનિટેશન સમિતી ચેરમેન આશિષભાઇ વાગડીયા તેમજ આરોગ્‍ય ખાતા ચેરમેન મનીષભાઇ રાડીયાએ, શુભેચ્‍છાઓ પાઠવી હતી. અને આ સાથે શહેરીજનોને સ્‍વછતા જાણળી રાખવા અનુરોધ કર્યો છ.ે

(3:38 pm IST)