Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

બાર.કાઉ.ની ચુંટણીમાં વિજેતા થયેલા દિલીપભાઇ પટેલ ઉપર અભિનંદનની વર્ષા

વકીલ મંડળોના હોદેદારોએ દ્વારા શુભેચ્‍છા પાઠવાઇ

રાજકોટ શહેરના વકીલાત ક્ષેત્રે આગવું નામ ધરાવનાર દિલીપ પટેલ સમગ્ર ગુજરાતમાં બારકાઉન્‍સીલ ઓફ ગુજરાત ની ચુંટણીમાં  પ્રથમ  ક્રમાંકે વિજેતા બનેલ છે.શ્રી દિલીપ પટેલે તેની ત્રિજી ટર્મમાં ફરી એકવાર ટોચનું સ્‍થાન જાળવી રાખી વકીલોના જાગૃત ઉમેદવાર હમદર્દ અને હમસફર વકીલોના પ્રશ્ને હંમેશા અગ્રેસર રહેતા શ્રી પટેલ વિજય બનવામાં સફળ નિવડેલ છે.

રાજકોટ ના સોૈરાષ્‍ટ્રના નામાંકીત ધારાશાષાી અને લો કમીશનના ચેરમેન.. ભારદ્વાજની સાથે વકીલાત ક્ષેત્રે આગવું નામ કાઢી રાજકીય સુઝબુઝથી મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી,ગર્વનર વજુભાઇ વાળા ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ સહિતના ગુજરાતના દિગ્‍ગજ નેતા સાથે કોર્પોરેટર પણ રહી અને રાજકીય ક્ષેત્રે પણ આગવું નામ ઉપસ્‍થિત કરેલ હતુ રાજકોટ બાર એસો.ના પ્રમુખ અનિલ દેસાઇ લીગલ સેલના કન્‍વીનર હીતેશ દવે,બળવંતસિંહ રાઠોડ,કલેઇમબારના પ્રમુખ રાજેશ મહેતા, રેવન્‍યુબાર ના પ્રમુખ સી.એચ.પટેલ,નોટરી બારના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ તથા ક્રિમીનલ બારના પ્રમુખ તુષાર બસલાલીએ રાજકોટ નું નામ રોશન કરનાર દિલીપ પટેલ ને અભિનંદન પાઠવેલ હતા.

રાજકોટ મહિલા બાર એસો.ના મહેશ્વરીબેન ચોૈહાણ,બેનલબેન રઘુવંશી,સ્‍મીતાબેન અત્રી,અમીતાબેન સીપ્‍પી,અમૃતા ભારદ્વાજ,મીનાક્ષીબેન ત્રિવેદી તથા સીનીયર ધારાશાષાીઓ શ્રી.પિયુષ શાહ,મયંક પંડયા,ધીમંત જોષી,એ.ટી. જાડેજા,પરેશ ભાઇ મારુ,રૂપરાજસિંહ પરમાર,યોગેશ ઉદાણી લેબર બારના પ્રમુખ ગીરીશભાઇ ભટ્ટ,અનિલ ગજેરા,રમેશભાઇ કથીરીયા,જે.બી.શાહ,ભરતભાઇ આહ્યા,અનિલ જસાણી, રમેશભાઇ ઘોડાસરા, રૂપરાજસીંહ પરમાર, મુકેશ દેસાઇ, ભરતભાઇ બદાણી, કીરીટ નકુમ, આશીષ ચાંદ્રાણી સહીતના વકીલોએ દીલીપ પટેલને જીતાડવા તનતોડ મહેનત કરેલ હતી.

રાજકોટના એડવોકેટ કે. જે. ત્રિવેદી, એન. આર. જાડેજા, વિજય ભટ્ટ, ભાવેશ પટલેલ, પ્રશાંત પટેલ, વિજય તોગડીયા, જી. આર. પ્રજાપતી, જે. વી. ગાંગાણી, પરેશ કુકડીયા, પ્રશાંત લાઠીગ્રા, લીગલ સેલના વિજય દવે, ધર્મેશ સખીયા, મુકેશ પીપળીયા, જયેશ બોઘરા, ડી. બી. બગડા, અશ્‍વીન ગોસાઇ, ડી. સી. પરમાર, એન્‍જલ સરધારા, અજય પીપળીયા, અર્જુન પટેલ, દીલીપ જોષી, નયનભાઇ વ્‍યાસ, જતીન ઠકકર, ધીરજ પીપળીયા, સુમીત વોરા, નશીત કલ્‍પેશ, જ ી. આર. ઠાકર, રમેશભાઇ કથીરીયા, ધીરૂભા પરમાર તથા ક્રીમીનલ બારના હોદેદારો જે. એફ. રાણા, હેમાંગ જાની, રાજકુમાર હેરમા સહીતના આગેવાનોએ શુભેચ્‍છા પાઠવેલ હતી.

(1:11 pm IST)