Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

જીવનમાં જોયેલા તડકા સામે આ ગરમીની શું વિસાત ?

જનકલ્‍યાણ સોસાયટી જેવા પોશ વિસ્‍તારમાં રેલ્‍વેના પાટા પાસે એક વૃક્ષની ડાળીઓ  ઉપર તૂટેલી તાલપત્રીઓ નાંખીને નિરાંતે વટભેર પાણી પી રહેલા વૃદ્ધ ડોશીમાં નો ફોટો જયારે અમારા ફોટોગ્રાફર અશોક બગથરીયાએ કલીક કર્યો ત્‍યારે કોઇજાતની પરવા વગર કાળઝાળ ગરમી વચ્‍ચે પોતાની તરસ છીપાવી રહેલા માજી જાણે કહી રહ્વા હતા હું તો બાળોતીયાની બળેલી છું આ તડકો કે ગરમીમાં એ તાકાત નથી કેમને દઝાડી શકે કે દુઃખના ડુંગરો અને આવા કૈંક તડકા વચ્‍ચે જીવન પસાર કરી નાખ્‍યુ છે આ ગરમીની શું વિસાત ? !!

(10:08 am IST)