Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

બાઇકસ્વાર ત્રિપૂટીએ વૃધ્ધાનો ચેઇન ખેંચ્યા બાદ પ્રોૈઢનો મોબાઇલ ફોન પણ ઝૂંટવી લીધો

ઢેબર રોડ ગુરૂકુળ સામે ધર્મદર્શન એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાત્રે બનાવ : ચિલઝડપકારોને ૩૫ હજારનો લાભઃ સીસીટીવી ફૂટેજને આધારે ત્રણેયની શોધખોળ

રાજકોટ તા. ૯: રાત્રીના ઢેબર રોડ ગુરૂકુળ સામેના ધર્મદર્શન એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બેઠેલા વૃધ્ધાના ગળામાંથી બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ સોનાનો ચેઇન ખેંચી લીધા બાદ સામે જ બાઇક પાર્ક કરી રહેલા એક પ્રોૈઢના હાથમાંથી મોબાઇલ ફોન પણ ઝૂંટવી લીધો હતો અને ભાગી ગયા હતાં. બનાવને પગલે દેકારો થતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને પોલીસને જાણ કરી હતી.

ભકિતનગર પોલીસે ધર્મદર્શન સોસાયટી ધર્મદર્શન એપાર્ટમેન્ટ ફલેટ નં. ૪૦૨માં રહેતાં શારદાબેન મનસુખભાઇ અટારા (ઉ.૭૨) નામના લોહાણા વૃધ્ધાની ફરિયાદ પરથી ૨૦ થી ૨૨ વર્ષના ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે. શારદાબેન એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાત્રીના સવા દસેક વાગ્યે બેઠા હતાં ત્યારે બાઇક પર ત્રણ શખ્સ આવ્યા હતાં અને તેમાંથી એક શખ્સ નીચે ઉતરી ગળા પર ઝોંટ મારી રૂા. ૩૦ હજારની ૧૨ ગ્રામના માળા ખેંચી ગયો હતો. બાદમાં ત્રણેય એક જ બાઇકમાં બેસી ભાગી ગયા હતાં.

જતાં-જતાં એપાર્ટમેન્ટની સામે પોતાનું બાઇક પાર્ક કરી રહેલા નારાયણનગર-૫ના નરેન્દ્રભાઇગફરચંદભાઇ કુલરના હાથમાંથી રૂા. ૫ હજારનો ફોન પણ ખેંચી લીધો હતો. ઘટનાની જાણ થતાં ભકિતનગર અને ક્રાઇમ બ્રાંચની ટીમોઅ દોડધામ કરી હતી. અમુક ધુંધળા ફૂટેજ મળ્યા છે. તેના આધારે તપાસ થઇ રહી છે. પીએસઆઇ ડી. એ. ધાંધલ્યા અને સ્ટાફ વધુ તપાસ કરે છે. (૧૪.૭)

 

(3:14 pm IST)