Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

૫ વર્ષ સુધીના ઉંમરના હજુ ૮૨ હજાર બાળકોના આધાર કાર્ડ બાકી : હવે બેંકોને આ માટે સૂચના

પોસ્ટલ તંત્રને પણ કલેકટર તંત્રની સૂચના : રોજના ૨૦ નહી વધુ કાર્ડ કાઢો...

રાજકોટ તા. ૯ : રાજકોટ - શહેર - જિલ્લામાં આધાર કાર્ડ કાઢવાની લગભગ ૯૯ ટકા કામગીરી પૂરી થઇ છે, પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, ૦ થી ૫ વર્ષની વયની ઉંમરના હજુ ૮૨ હજારથી વધુ બાળકોના આધારકાર્ડ બાકી હોવાનું તાજેતરમા એક રીપોર્ટમાં બહાર આવ્યું છે. બાળકોના આધાર કાર્ડ કાઢવા માટે આંગણવાડીઓને ટેબ્લેટો અપાયા, પરંતુ તે બંધ હાલતમાં છે, શહેર - જિલ્લાની ૩૮ બેંકોમાં કીટ અપાઇ છે, પરંતુ ત્યાં માણસો મુકાતા નથી, એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ તમામ બેંકોના મેનેજરને બાળકોના આધાર કાર્ડ કાઢવા માટે ખાસ વ્યવસ્થા કરવા સુચના આપી છે. રાજકોટમાં કોર્પોરેશન દ્વારા આધાર કાર્ડ કઢાય છે, કુલ ૫૦ જેટલી કીટો સામે ૩૦ કીટ જ ચાલુ હોવાનું બહાર આવ્યું છે, પોસ્ટ ઓફિસે રોજના ૨૦ કાર્ડ કઢાતા હોય, આ સંખ્યા વધારવા પણ તંત્ર દ્વારા આદેશો કરાયા છે.

(3:28 pm IST)