Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ઇ-મેમો, માસ્કના દંડથી ત્રસ્ત પ્રજા ભાજપને પરચો બતાવશે

વોર્ડનં.૬ના કોંગ્રેસના ઉમેદવારો ભરતભાઇ મકવાણા, મોહનભાઇ સોજીત્રા, રતનબેન મોરવાડીયા અને કિરણબેન સોનારા કહે છે અમારી ઓળખ નામથી નથી પણ કામથી છે

રાજકોટઃ તા.૧૦, શહેરના વોર્ડનં.૬ ના કોંગ્રેસના જાહેર થયેલા ચારેય ઉમેદવારોને પ્રજાજનોનો પ્રચંડ પ્રતિસાદ મળી રહયો છે. ચારેય ઉમેદવારો પોતાના વોર્ડ, વિસ્તાર અને સમાજમાં નામથી નહિ પરંતુ તેઓએ કરેલા કામથી ઓળખાય છે. ઉડીને આંખે વળગે તેવા કાર્યો કરીને ચારેય ઉમેદવારોએ સમાજમાં સારી એવી નામના મેળવી છે ત્યારે ભાજપ સરકારે લોકડાઉન મંદી વચ્ચે પણ લોકોને ઇમેમો અને માસ્કના દંડ ફટકારી કરોડો રુપિયા લોકો પાસેથી ખંખેરી લીધા હોય જે મુદાને ધ્યાને લઇને આ વખતે પ્રજાજનો ભાજપને ઝાકારો આપશે તે નિશ્ચિત છે તેમ જણાવેલ.

વોર્ડનં.૬ના કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઇ બોઘાભાઇ મકવાણા કે જેઓ પક્ષમાં વર્ષોથી સક્રિય કાર્યકર્તા તરીકે ફરજ નિભાવી દરેક ચૂંટણીમાં પક્ષ દ્વારા સોંપવામાં આવતી કામગીરી ખુબ સારીરીતે નિભાવી છે ૨૦૦૦ની ચૂંટણીમાં ભાજપને જબ્બર ફાઇટ આપી વિજેતા બન્યા હતા. ૨૦૦૨માં વોટર વર્કસ સમિતિના ચેરમેન બની તમામ ભૂતિયા નળ કનેકશન રેગ્યુલાઇઝ કરાવ્યા હતા. ૨૦૦૧થી ૨૦૦૩ સ્ટેન્ડીંગ કમિટિના સભ્ય અને ૨૦૦૪માં ડેપ્યુટી મેયર સાથે કાર્યકારી મેયર તરીકે તેમજ ૨૦૧૨ થી ૨૦૧૪ સુધી ગુજરાત પ્રદેશ માલધારી સેલના કન્વીનરની જવાબદારી નિભાવી હતી.

જયારે બીજા ઉમેદવાર રતનબેન ગોરધનભાઇ મોરવાડીયા મહિલાઓની નાની મોટી સમસ્યા અને પ્રશ્નો માટે માર્ગદર્શન આપી મહિલા ઉત્થાનના કાર્યો કરી કોંગ્રેસમાં સતત સક્રિય રહી પક્ષના વફાદાર કાર્યકર્તાની ઓળખ ઉભી કરી છે. તેઓ ખાસ ભણેલ નહિ હોવા છતાં આગવી સુઝ બુઝથી વિસ્તારના પ્રશ્નો મુદે રજુઆત કરી લોકોને સુખ સુવિધા ઉપલબ્ધ કરાવી છે.

ત્રીજા ઉમેદવાર કિરણબેન વનરાજભાઇ સોનારા મહિલા શશકિતકરણ, મહિલા કલ્યાણના કાર્યો કરી કોંગ્રેસના સક્રિય મહિલા તરીકે આગવી ઓળખ ઉભી કરી છે. શિવશકિત ધુન મંડળના પ્રમુખ તરીકે ફરજ બજાવી શહેરમાં અનેક પરીવારોને ત્યાં ધુન ભજનનું આયોજન કરે છે અને આ જ ભકિતસભર કામગીરીથી લોકોની સારી ચાહના પણ મેળવી છે.

ચોથા ઉમેદવાર મોહનભાઇ લાલજીભાઇ સોજીત્રા ૧ ફેબ્રુઆરી ૧૯૮૪થી એટલે કે ૩૮ વર્ષથી કોંગ્રેસમાં સક્રિય છે અને લોકોના પ્રશ્નોને વાચા આપવા સતત જાગૃત રહી સરકારને અવારનવાર રજુઆત કરી પ્રજાના કામો કરી રહયા છે.  મચ્છાનગરમાં સરકારી સ્કુલ, પેડક રોડ ઉપર ડિવાઇડર, ટ્રાફીકના પ્રશ્નો અંગે રજુઆત ઝવેરચંદ મેઘાણી ભવન નિર્માણ કરાવ્યું હતુ.

આ વખતે પ્રજાજનો પણ ઇમેમો-માસ્કના દંડથી ત્રસ્ત થઇ ગઇ હોય ભાજપના પરચો દેખાડશે અને ઘરભેગી કરી દેશે તે નિશ્ચિત છે તેમ વોર્ડનં.૬ના કોંગી ઉમેદવારોએ જણાવેલ.

તસ્વીરમાં વોર્ડનં.૬ના કોંગ્રેસના ઉમેદવારો ભરતભાઇ બોઘાભાઇ મકવાણા મો.૯૯૧૩૨ ૧૧૭૧૧, મોહનભાઇ લાલજીભાઇ સોજીત્રા મો.૯૩૭૫૫ ૦૫૨૫૦, રતનબેન ગોરધનભાઇ મોરવાડીયા મો.૭૦૬૯૫ ૯૬૭૬૧, કિરણબેન વનરાજભાઇ સોનારા મો.૮૫૩૦૦ ૦૬૬૧૧ સાથે દિનેશભાઇ લુણાગરીયા મો. ૯૮૨૫૨ ૧૬૧૨૭, ગોવિંદભાઇ સભાયા મો.૯૯૨૫૦ ૧૨૮૮૨, અરૃણભાઇ કાપડીયા મો.૯૮૨૪૪ ૧૬૨૦૪, ચાંદનીબેન લીંબાસીયા મો. ૭૬૨૪૦ ૪૫૦૪૫ અને રાજુભાઇ કાપડીયા મો.૯૮૯૮૩ ૨૯૪૦૯ નજરે પડે છે.

(4:20 pm IST)
  • કોંગ્રેસ પછી ભાજપે પણ થ્રી લાઇનનો વ્હીપ આપ્યો આજે સંસદમાં આખો દિવસ હાજર રહેવા અને સરકારના સ્ટેન્ડને સમર્થન આપવા ભાજપે તેના સંસદ સભ્યોને થ્રી લાઇન વ્હીપ આપેલ છે. access_time 10:16 am IST

  • કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ સંપૂર્ણપણે કોરોના મુક્ત સંઘ પ્રદેશ બન્યા: સમગ્ર દેશમાં સૌથી વધુ રિકવરી રેટ સાથે સંઘ પ્રદેશ અગ્રેસર :દિવમાં પ્રવાસન શરૂ હોવા છતાં 100 ટકા રિકવરી રેટ : સંઘ પ્રદેશ વહીવટી તંત્રે નાગરિકોના સહયોગને બિરદાવ્યો access_time 12:00 pm IST

  • મહારાષ્ટ્ર: થાણે (વેસ્ટ) ના મુલુંડ ચેક નાકા પાસે મોડેલ્લા કોલોનીમાં મોદી સાંજે ભયંકર આગ ફાટી નીકળી છે. ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને અગ્નિશમન તંત્રે સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી ચાલુ કરી છે. હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ થઈ નથી. access_time 9:15 pm IST