Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

પૂ.ધીરજમુનીના સાંનીધ્યે કતરાસમાં નુતનીકરણ ઉપાશ્રયનું ઉદ્ઘાટન

રાજકોટ, તા.૧૦: શ્રી કતરાસ સ્થાનકવાસી જૈન સંઘ ખાતે શય્યાદાન- મહાદનના પ્રણેતા પરમશ્રદ્ધય ગુરૂદેવ પૂજય શ્રી ધીરજમુનિ મ.સા. એવં પૂ.નયનાજી મ.સ. ઠાણા-૩ની નિશ્રામાં માતુશ્રી અમૃતબેન ભગવાનજી અવલાણી હ. નીલેશ હરસુખભાઈ અવલાણી પ્રેરિત નૂતનીકરણ ઉપાશ્રયના ઉદ્ઘાટન પ્રસંગે નવલખા, કામાણી, ટાટાનગર, ઝરિયા, ધનબાદ, રાંચી, ચાસ, બોકારો, બેરમો, કલકત્તા વગેરે સંઘના ૪૦૦ જેટલા ભાવિકોની હાજરીમાં રજતમાળાનો લાભ હંસાબેન એસ.મહેતા અને ૨૪ તીર્થંકર વોલ કલોકનો નવલબેન જયંતિલાલ કામદાર તેમજ જીવદયા કળશનો શાંતાબેન સંઘવી અને રૂ.૧૧ હજારની પ્રેરકદાતા શ્રેણીમાં તેમજ વૈયાવચ્ચ યોજનામાં દાનગંગોત્રી વહી હતી. દાતા પરિવારના ઉષાબેન અશોકભાઈ મહેતા વગેરેનું સન્માન અને શાસન પ્રગતિ (માલિક)ની અર્પણ વિધિ કરવામાં આવેલ. સંઘ જમણની સુંદર વ્યવસ્થા કરાયેલ.

 

સંઘપ્રમુખ ભાવેશ દોશી, મંત્રી કમલેશ દેસાઈ વગેરેએ અથાગ જહેમત ઉઠાવી પ્રસંગને ટીપાવ્યો હતો.

મૂર્તિપૂજક જૈન સંઘના નૂતનીકરણનો લાભ માતુશ્રી વિલાસબેન પ્રતાપભાઈ મહેતા (પી. ભોગીલાલ બ્રધર્સ- કલકત્તા) તરફથી જાહેર કરાતાં ઉમંગ છવાયો હતો.

જયારે આયંબિલ ભવન નૂતનીકરણનો લાભ માતુશ્રી અમૃતબેન અવલાણી પરિવારે લીધેલ. દ્વારોદ્ઘાટનનો લાભ માતુશ્રી પુષ્પાબેન ભૂપતભાઈ દોશી હ. દિપક દોશી અને જીવદયા કબરાનો લાભ શ્રી મોહનલાલજી જૈન તથા ૨૪ તીર્થંકર વોલકલોકના કાજલબેન કિરણભાઈ બાટવીયા અને દાનપેટીનો મહિપતભાઈ વોરાએ લાભ લીધેલ.

સ્વામી વાત્સલ્યના લાભાર્થી શ્રી રાજેનભાઈ કામાણી તેમજ સંઘ પ્રતિનિધિઓનું સન્માન કરાયેલ.

યુવા ટીમે જહેમત ઉઠાવી હતી. પૂર્વભારતના સંઘોવતી દીપક ઉદાણીએ સહુને આવકાર્યા હતા.

અવલાણી પરિવારવતી કામાણી જૈન ભવનના કિરીટ શેઠ, જાગાણી, હેમાણી, દામાણીએ સન્માન સ્વીકારેલ.

સ્વાગત કિરણભાઈ બાટવીયા, આભાર વિધિ કાકુભાઈ શેઠ અને સૂત્ર સંચાલન શ્રુતિ શેઠ, હેમાંગી, કૃતિકા અને જયેશ મહેતાએ કરેલ. જીવદયાનો લાભ રીટાબેન કિરીટભાઈ મગીયાએ લીધેલ.

(4:00 pm IST)