Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

રાજકોટ જીલ્લામાંથી ગુમ ર૦ લાખના મોબાઇલ ફોન માલીકોને પરત અપાયા

રાજકોટ તા. ૧૦ : રાજકોટ જીલ્લામાં અલગ અલગ ગામમાંથી છેલ્લા ત્રણ માસમાં ગુમ થયેલા ૧૩૪ મોબાઇલ ફોનના મૂળ માલીકોને શોધી પોલીસે પરત કર્યા હતા.

રૂરલ એસપી બલરામ મીણાની સુચનાથી ડી.વાય.એસ.પી. પી.એસ. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ.એચ.વાજા તથા કોમ્યુટર શાખાના પોલીસ સ્ટાફ સાથે મળી રાજકોટ જીલ્લામાં ગુમ થયેલ મોબાઇલ ફોન શોધવા અંગે મહેનત કરી રાજકોટ ગ્રામ્ય જીલ્લા ઉપરાંત ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લામાંથી પણ અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન ટ્રેસ કરી તા.૧/૧૧/ર૦ર૦ થી તા.૮/ર/ર૦ર૧ કુલ મોબાઇલ ફોન નંગ ૧૩૪ ની કુલ અંદાજીત કીમત રૂ. ૧૯.૪૩.૧૧૩ ના શોધી કાઢી રાજકોટ જીલ્લા પોલીસ વડા બલરામ મીણાના હસ્તે તેમના મુળ માલીક અપાયા હતા.

આ સમગ્ર કામગીરીમાં રાજકોટ ગ્રામ્યના પી.એસ.આઇ. એચ.એચ.વાજા તથા પો.હેડકોન્સ ચંદ્રેશભાઇ ખોખર તથા પો.હેડ કોન્સ. દિવ્યેશભાઇ ગોહિલ પો.કોન્સ. વૈભવભાઇ ગોહેલ તથા પો.કોન્સ મયુરભાઇ ઝાપડીયા તથા પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણા (એલ.સી.બી.) તથા પો.કોન્સ શોભનાબેન વેકરીયા દ્વારા કરવામાં આવેલ છે. રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ દ્વારા નાગરીકોને બીલ વગરના મોબાઇલ ન લેવા તેમજ બીનવારસી મોબાઇલ મળી આવે ત્યારે નજીકના પોલીસ મથકમાં જમાં કરાવવા અપીલ કરવામાં આવી છે.

(3:59 pm IST)