Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

પ્રેમી હૈયાઓને ડોલાવતુ સોંગ 'અરઝીયા' : વીઝન મેનેઝમેન્ટ પ્રોડકશન દ્વારા વેલેન્ટાઇન પર લોન્ચ

તસ્વીરમાં વી. એમ. પ્રોડકશનના સભ્યો અને લવ સોંગ 'અરઝીયા'ની ટીમ નજરે પડે છે.

રાજકોટ તા. ૧૦ : સૌરાષ્ટ્રના આર્ટીસ્ટોને નવુ પ્લેટફોર્મ મળી રહે તે માટે સ્થપાયેલ વિઝન મેનેજમેન્ટ પ્રોડકશન દ્વારા ખાસ વેલેન્ટાઇનના દિવસોમાં પ્રેમી હૈયાઓને ડોલાવતુ સોંગ 'અરઝીયા' લોન્ચ કરાયુ છે.

આ અંગે અકિલા ખાતે વિગતો વર્ણવતા ટીમ વી.એમ. પ્રોડકશને જણાવેલ કે આ આખુ ગીત રાજકોટને સમર્પીત છે. પ્રોડયુસર કિંજલ કોઠીવાળ છે અને ગીત રચના હર્ષ વૈષ્ણવની છે. મ્યુઝીક હર્ષ પોટરનું છે. આર્ટીસ્ટ સન્ની ઝાલા, દેવાંગી શાહ અને સીંગર શ્રધ્ધા જોષી, હર્ષ વગેરે છે. સમગ્ર ડાયરેકશન રાહુલ ગુપ્તાએ કર્યુ છે. ઓ.એમ.જી. પ્રોડકશન સાથે સંકળાયેલા અદીત માથકીયાએ સમગ્ર પ્રોજેકટ મેનેજ કર્યો છે. ક્રીએટીવ એડીટર જેય નથવાણી અને ધારીયા રાજપરા, આર્યા ફેશન, ફયુલ ધ ફેશન પંપ, ભાવના જોષી, હુશેન ભારમલ, મીલન ગોંડલીયા, શ્રવણ નથવાણી, મયુર તલાટીયા, વીકી શાહ દિપાંશી શાસ્ત્રીએ જહેમત ઉઠાવી છે.

સોંગ લીંક મેળવવા મો.૯૪૮૪૭ ૭૭૯૧૪ ઉપર વોટસએપ વિનંતી મુકી શકાશે. ચેનલ સબસ્ક્રાઇબ કરવા વી. એમ. પ્રોડકશન દ્વારા તમામ રાજકોટીયન્સને અનુરોધ કરાયો છે.

 

(3:40 pm IST)
  • ઇન્ડીગોના નવા સીએફઓ ચોપ્રા ઇન્ડીગોના સીએફઓ આદિત્ય પાંડેએ રાજીનામુ આપતા નવા સી.એફ.ઓ તરીકે જીતેન ચોપ્રાની વરણી ૨૨ ફેબ્રુઆરીથી ચાર્જ સંભાળશે access_time 10:15 am IST

  • અધીર રંજન વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગનો ઠરાવ સંસદમાં મૂકાયો : ગ્રેગ થનબર્ગ ઉપર નિવેદન કરવા અંગે ભાજપના સાંસદ પી.પી.ચૌધરીએ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગની દરખાસ્ત લોકસભામાં રજૂ કરી છે. access_time 11:29 am IST

  • જહોન્સન એન્ડ જહોન્સનને ભારતમાં વેકિસન બનાવવી છે ભારતે કહ્યુ છે કે જહોન્સન એન્ડ જહોન્સન કંપની ભારતમાં તેની કોવિડ વેકસીનનું ઉત્પાદન કરવા માંગે છે access_time 10:15 am IST