Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

મિલ્કત વેરાના ૨૪૮ કરોડના લક્ષ્યાંક સામે ૧૬૧ કરોડની આવક

નવા ચાર ગામની અંદાજીત ૨૦ હજાર મિલ્કતોનાં વેરાની રૂ.૮ થી ૧૦ કરોડની આવકની આશા

રાજકોટ તા. ૧૦: મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખાને નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નાં ૨૪૮ કરોડનાં લક્ષ્યાંક સામે આજસુધીમાં ૧૬૧કરોડની આવક થવા પામી છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની વેરા શાખાના સતાવાર સુત્રો માંથી મળતી વિગતો મુજબ   નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નાં મિલ્કત વેરાનાં ૨૪૮ કરોડનો લક્ષ્યાંક સામે આજ દિન સુધીમાં રૂ.૧૬૧ કરોડની આવક થવા પામી છે.

વધુમાં સુત્રોએ જણાયુ હતુ કે, થોડા સમય પહેલા મ્યુ.કોર્પોરેશનમાં ભળેલા નવા ૪ ગામની ૨૦ હજાર મિલ્કતોનાં ં વેરા પેટે રૂ.૮ થી૧૦ કરોડની આવકની શકયતાઓ અધિકારીઓ દ્વારા દર્શાવવામાં આવી છે.

(3:39 pm IST)
  • ઇન્ડીગોના નવા સીએફઓ ચોપ્રા ઇન્ડીગોના સીએફઓ આદિત્ય પાંડેએ રાજીનામુ આપતા નવા સી.એફ.ઓ તરીકે જીતેન ચોપ્રાની વરણી ૨૨ ફેબ્રુઆરીથી ચાર્જ સંભાળશે access_time 10:15 am IST

  • રાજકોટ જીલ્લા પંચાયતની ૩૬ બેઠકોમાં ફોર્મ ભરવાના શ્રીગણેશ : આજે બપોરે અઢી વાગ્યે રાજકોટ જીલ્લા પંચાયતની ૧૪ - કસ્તુરબાધામ બેઠક ઉપર બીએસપીએ ઝૂકાવ્યુ છે : પક્ષમાં કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે રીટર્નીંગ ઓફીસર ચરણસિંહ ગોહીલ સમક્ષ ફોર્મ રજૂ કર્યુ હતું : રાજકોટ જીલ્લા પંચાયત ચૂંટણીમાં બસપાએ ખાતુ ખોલાવ્યુઃ ૧ ફોર્મ ભરાયું : જીલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે ૧૪-કસ્તુરબાધામ (ત્રંબા)માંથી બસપાના કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે ફોર્મ ભર્યુ access_time 3:56 pm IST

  • કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ સંપૂર્ણપણે કોરોના મુક્ત સંઘ પ્રદેશ બન્યા: સમગ્ર દેશમાં સૌથી વધુ રિકવરી રેટ સાથે સંઘ પ્રદેશ અગ્રેસર :દિવમાં પ્રવાસન શરૂ હોવા છતાં 100 ટકા રિકવરી રેટ : સંઘ પ્રદેશ વહીવટી તંત્રે નાગરિકોના સહયોગને બિરદાવ્યો access_time 12:00 pm IST