Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

સ્માર્ટ સીટીનાં મોટા મવામાં ગંદકી લાઇટ-પાણી-રસ્તાની ફરિયાદોઃ લોકો ત્રાહીમામ

કોલ સેન્ટરમાં ફરિયાદ કરવા છતાં સમસ્યા યથાવત

રાજકોટ તા. ૧૦ :.. શહેરમાં હજુ છ મહીના અગાઉ જ ભેળવાયેલ અને સ્માર્ટ સીટીની યોજનાનો ભાગ એવા મોટા મવા વિસ્તારમાં ગંદકી અને લાઇટનાં ધાંધીયાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

આ અંગે લતાવાસીઓમાં ઉઠવા પામેલી ફરીયાદ મુજબ મોટા મોવાની તાલુકા સ્કુલથી ભીમનગર મેઇન રોડ સુધીમાં કોઇ પણ જાતના સુધરા થતા નથી રાજકોટ મ્યુ. કોર્પોરેશનમાં અનેક વખત ફરીયાદ કરવા છતાં આ એરિયામાં કોઇ પણ જાતનો સુધારો થતો નથી. અહીં દિવસે દિવસે આવારા તત્વો નો ત્રાસ વધતો જાય છે. સવારથી સાંજ સુધી બેફામ દેશી દારૂ વેચાણ થઇ રહયું છે.

એટલું જ નહીં મોટા મોવા ગામમાં નથી લાઇટ નથી પીવાના પાણીની નથી રોડ રસ્તા નથી. ફેબ્રુઆરી મહિનમાં પાણીના ટાકા મગાવા પડે છે.

ડ્રેનેજ લાઇન છલકાતા અનેક વખત કોલ સેન્ટરમાં ફરીયાદ લખાવા છતાં હજુ સુધી કોઇ જોવા પણ આવતું નથી.

ઉપરાંત ગેરકાયદેસર મછી માર્કેટ ધમધમે છે સાંજના સમયે એકલા બહેનો નિકળી નથી શકતા.

છેલ્લા સાત વર્ષથી પુલ તુટી ગયેલ હોવાથી હજી સુધી નવો પુલ બન્યો નથી. આંબેડકરનગરમાં ટીપેર વાન આવતી નથી એટલે આંબેડકરનગરનો બધો કચરો વોંકળામાં નંખાય છે. મછી માર્કેટ વાળા એમનો બદબુદાર કચરો પણ હોકડામાં નંખાય છે.

આમ સ્માર્ટ સીટીના આ મોટા મવા વિસ્તારની હાલત અત્યંત કફોડી છે. ત્યારે તંત્ર વાહકો વિસ્તારવાસીઓને આ સમસ્યામાંથી ઉગારી, લાઇટ, પાણી, રસ્તા - સફાઇની પ્રાથમિક સુવિધા અપાવે. તેવી ઉગ્ર માંગ લતાવાસીઓમાં ઉઠવા પામી છે.

(3:18 pm IST)