Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

શહેરમાં નવા ૧૭ કેસઃ વધુ ૩૪૦ લોકોને રસી અપાય

કુલ કેસનો આંક ૧૫,૫૩૪: આજ દિન સુધીમાં ૧૫,૨૪૨ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૯૮.૨૨ ટકા

રાજકોટ, તા.૧૦:  વૈશ્વિક મહામારી કોરોનાનાં શહેરમાં બપોર સુધીમાં ૧૭  કેસ નોંધાયા છે.જયારે બપોરનાં ૧ વાગ્યા સુધીમાં ૩૪૦ ફ્રન્ટલાઇન વર્કસને કોરોનાની રસી આપવામાં આવી હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૭  નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૧૫,૫૩૪ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૫,૨૪૨ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૮.૨૨ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૮૮૪ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૨૯ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૨૮ ટકા થયો  હતો. જયારે ૨૫ દર્દીઓે સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૫,૭૭,૬૦૬ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૫,૫૩૪ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૨.૬૯ ટકા થયો છે.

૩૪૦ ફ્રન્ટલાઇન વર્કર્સને રસી અપાય

મહાનગર પાલીકા દ્વારા આજે બપોરનાં ૧ વાગ્યા સુધીમાં ૩૦૪ આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઇન વર્કર્સને કોરોના સામેની રસી આપવામાં આવી છે.

(3:16 pm IST)