Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

વોર્ડનં.૧૦ની પ્રજા હંમેશ માટે ભાજપની સાથે છે અને રહેશે જ : સાંજે ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન

ઉમેદવારો ચેતનભાઇ સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા (નિરૂભા), જયોત્સનાબેન ટીલાળા અને ડો. રાજેશ્રીબેન ડોડીયાનો લોકસંપર્ક, ઠેર-ઠેરથી મળી રહેલ સમર્થન

તસ્વીરમાં અકિલા પરિવારના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વોર્ડનં.૧૦ના ચારેય ઉમેદવારો ચેતનભાઇ સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા (નિરૂભા), જયોત્સનાબેન ટીલાળા અને ડો. રાજેશ્રીબેન ડોડીયા તેમજ પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, પ્રભારી દિનેશભાઇ કારીયા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, ચુંટણી ઇન્ચાર્જ પરેશભાઇ હુંબલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પરેશભાઇ તન્ના અને પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા નજરે પડે છે.

રાજકોટ તા.૧૦ આગામી રાજકોટ મહાનગરપાલીકાની ચુંટણીમાં વોર્ડ નં.૧૦ના ભાજપના ઉમેદવાર તરીકે ચેતનભાઇ સુરેજા, જયોત્સનાબેન ટીલાળા, નરેન્દ્રસિંહ વાધેલા, ડો. રાજેશ્રીબેન ડોડીયા ઉમેદવારી કરી રહયા છે ત્યારે તેમના સમર્થન અને સંકલન માટે રાજકોટના રેયા ટેલીફોન એક્ષચેન્જ સામે ૧૫૦ કુટ રીંગ રોડ ખાતે વોડ નં.૧૦ ચુંટણી મધ્યસ્થ કાર્યાલયનું આજે સાંજે છ કલાકે ઉદ્ધાટન થનાર છે.

 વોડ નં.૧૦ ભાજપના ઉમેદવારો ચેતનભાઇ સુરેજા કડવા પાટીદાર સમાજમાંથી સંનિષ્ઠ સમર્પિત અને સક્ષમ નેતૃત્વ ધરાવે છે. લેઉવા પાટીદાર સમાજના ઉમેદવાર શ્રીમતી જયોત્સનાબેન ટીલાળા ઉત્સાહી કર્મઠ અને જાગૃત મહિલા ઉમેદવાર છે ર૦૧૫ થી ર૦ર૦ દરમ્યાન કોર્પોરેટર તરીકે તેઓ સેવા બજાવી ચુકયા છે. ક્ષત્રીય સમાજમાંથી આવતા જાગૃત અને અનુભવી નેતૃત્વ ધરાવનાર નરેન્દ્રસિંહ વાઘેલા પૂર્વકોર્પોરેટર રહી ચુકયા છે. મહિલા અનામત ઉમેદવાર તરીકે શિક્ષીત મહિલા પ્રતીભા અને કોરોના વોરીયર્સ ડો. રાજેશ્રીબેન ડોડીયા રાજકોટ મહાનગરપાલીકા દ્રારા ધન્વંતરી રથના માધ્યમથી લોકોની સેવા કરી છે.

 વોર્ડ નં.૧૦ ના મધ્યસ્થ ચુંટણી કાર્યાલયના ઉદઘાટન  પ્રસંગે વિધાનસભા-૬૯ના વાલી નીતીનભાઇ ભારદ્રાજ, શહેર મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ભાજપ  પ્રમુખ કમલેશભાઇ મિરાણી, ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, તેમજ મુખ્ય મહેમાનો તરીકે પટેલ સેવા સમાજના અરવિંદભાઇ કણસાગરા, કલબ યુવીના એમ.ડી મહેન્દ્રભાઇ ફળદુ, કલબ યુવીના વાઇસ ચેરમેન સ્મિતભાઇ કનેરીયા, ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઇ ટીલાળા, લોહાણા મહાજન  પ્રમુખ રાજુભાઇ પોબારૂ, લૌહાણા કન્યા છાત્રાલયના ટ્રસ્ટી રામભાઇ બરછા, ટ્રાન્સપોર્ટ એસો.  પ્રમુખ હસુભાઇ ભગદેવ, જૈન અગ્રણી ચંદ્રકાન્તભાઇ શેઠ, બ્રહમ સમાજના રામભાઇ મોકરીયા, રાજકોટ ઠાકોરસાહેબ માંધાતાસિંહજી જાડેજા, ક્ષત્રીય સમાજના અગ્રણી આર.પી. જાડેજા, ડો. એન.ડી. શીલુ, રાજપુત યુવા સંધના પી.ટી. જાડેજા, રાજપુત કરણી સેનાના જે.પી. જાડેજા, પટેલ  પ્રગતિ મંડળના છગનભાઇ ભોરણીયા ઉપસ્થિત રહેશે.  

વોર્ડ નં.૧૦ ના ભાજપના ઉમેદવારો એ વોર્ડ ના વિવિધ વિસ્તારો વિષ્ણુવિહાર, રૂડાનગર, નિસર્ગ બંગ્લોઝ, સદગુરૂનગર વિમલનગર, શીવધામ, તોરલપાર્ક, આલાપ એવન્યુ, શિવશકિત કોલોની, પુષ્કરધામ, કુમકુમપાર્ક, આલાપ સેન્ચુરી, ક્રિષ્નાપાર્કમાં લોકસંપર્ક શરૂ કર્યો છે. શહેર ભાજપ મહિલા મોરચાના  પ્રભારી અંજલીબેન રૂપાણી,  પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા ના માર્ગદર્શન હેઠળ વોડ પ્રભારી દિનેશભાઇ કારીયા, વોર્ડ  પ્રમુખ રજનીભાઇ ગોલ, ચુંટણી ઇન્ચાર્જ પરેશભાઇ હુંબલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પરેશભાઇ તન્ના સહીતની સંગઠન ટીમ તથા વિશાળ સંખ્યામાં કાર્યકરો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો હોવાનું જણાવેલ.

(3:14 pm IST)
  • રાજકોટ જીલ્લા પંચાયતની ૩૬ બેઠકોમાં ફોર્મ ભરવાના શ્રીગણેશ : આજે બપોરે અઢી વાગ્યે રાજકોટ જીલ્લા પંચાયતની ૧૪ - કસ્તુરબાધામ બેઠક ઉપર બીએસપીએ ઝૂકાવ્યુ છે : પક્ષમાં કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે રીટર્નીંગ ઓફીસર ચરણસિંહ ગોહીલ સમક્ષ ફોર્મ રજૂ કર્યુ હતું : રાજકોટ જીલ્લા પંચાયત ચૂંટણીમાં બસપાએ ખાતુ ખોલાવ્યુઃ ૧ ફોર્મ ભરાયું : જીલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે ૧૪-કસ્તુરબાધામ (ત્રંબા)માંથી બસપાના કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે ફોર્મ ભર્યુ access_time 3:56 pm IST

  • મહાકાલેશ્વર મંદિરની ભસ્મ આરતીના દર્શન 15 માર્ચથી કરી શકાશે : ઉજ્જૈનમાં આવેલા સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરમાં દરરોજ સવારે થતી ભસ્મ આરતીમાં દર્શનાર્થીઓને શામેલ થવા દેવા કમિટીનો નિર્ણય : શયન આરતીના દર્શનનો સમય રાત્રીના 10-15 વાગ્યા સુધીનો કરાયો access_time 6:42 pm IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,169 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 08,70,555 થઇ :એક્ટિવ કેસ 1,39,477 થયા: વધુ 11,441 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05, 71, 062 થયા : વધુ 94 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,375 થયા access_time 1:03 am IST