Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

સબંધીના દાવે આપેલ સાડાપાંચ લાખનો ચેક પાછો ફરતા કોર્ટમાં થયેલ ફરીયાદ

રાજકોટ તા. ૧૦: સંબંધ દાવે આપેલ રકમ પરત કરવા આપેલ રૂ.સાડા પાંચ લાખનો ચેક પરત થતા ફરીયાદ કરેલ છે.

આ કેસની હકિકત એવાં પ્રકારની છે કે, ફરીયાદી મનસુખભાઇ દેલવાડીયાના મોટાભાઇના સાળાના સાળા એવા આરોપી વિજયકુમાર લાલજીભાઇ પરસાણીયા વચ્ચે સામાજીક સંબંધ હોવાથી એકબીજાને વર્ષોથી ઓળખાણ સંબંધ હોય અને આરોપીના પત્ની રેખાબેન પન્ના મેટલના નામથી ધંધો કરતા હતા આ ધંધામાં મુડીની જરૂરત થતા આરોપીએ ફરીયાદીને ધંધો ખુબ જ પ્રોફીટવાળો હોવાનું જાણવી ફરીયાદીના પત્નીને ધંધામાં ભાગીદાર તરીકે જોડેલા.

બાદમાં બન્નેના પત્નિીઓ વચ્ચેની ભાગીદારી છુટી થયેલ અને આરોપીના પત્નીએ ધંધો સંભાળી લીધેલ આ સમયે આરોપીએ ફરીયાદી પાસેથી સંબંધના દાવે રૂ.પ,પ૦,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ પચાસ હજાર પુરા ત્રણ વર્ષ માટે હાથ ઉછીના લીધેલા.

ત્રણ વર્ષની સમયમર્યાદા પુરી થતા ફરીયાદી મનસુખભાઇએ આરોપી વિજયકુમાર પરસાણીયા પાસેથી હાથ ઉછીની સબંધ દાવે આપેલ રકમની માંગણી કરતા આરોપીએ ફરીયાદીને તેના ખાતાની બેન્કનો ચેક  લખી આપેલ ચેક ફરીયાદીએ તેના બેન્ક ખાતામાં ભરેલ પરંતુ આરોપી જાણતા હોવા છતાં તેણે તેના બેન્ક ખાતમાં ચેકની રકમ કલીયર થાય તેટલી રકમ જમા રાખેલ ન હોવાથી તેનો ચેક ફંડસ ઇન્સ્યુફીશીયન્ટ ના ચેક રીટર્ન મેમા સાથે પરત ફરેલ હતો.

આરોપીનો ચેક પરત ફરતા આ અંગે ફરીયાદીએ તેને જાણ કરવા છતા રકમ ન આપતા ફરીયાદી વતી તેના એડવોકેટ જયકૃષ્ણ માકડીયાએ ચેકની કાયદેસરની લેણી રકમની સ્પષ્ટ ડિમાન્ડ કરતી નોટીસ મોકલેલ જે મળી જવા છતા પણ આરોપીએ સમયમર્યાદામાં રકમ નહી ચુકવતા ફરીયાદી મનસુખભાઇ લક્ષ્મીદાસ દેલવાડીયાએ રાજકોટમાં કસ્તુરી કેશવ-૧, બ્લોક નં.સી-ર૦૧, અંબિકા ટાઉનશીપ, મવડીમાં રહેતા વિજયકુમાર લાલજીભાઇ પરસાણીયા સામે ચેક પરત થવા અંગે નેગોશીએબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટ હેઠળની ફોજદારી ફરીયાદ અદાલતમાં કરેલ છે.

આ કામે ફરીયાદી મનસુખભાઇ લક્ષ્મીદાસ દેલવાડીયાના એડવોકેટ તરીકે સીનીયર ધારાશાસ્ત્રી જયકૃષ્ણ વી.માકડીયા, જી.એન. ડોડીયા તથા ડી.કે. પેથાણી રોકાયેલા છે.

(3:13 pm IST)