Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ફનવર્લ્ડ પાસેના મેદાનમાં મકાઇ અને ખીચુ વેંચતા ફરીદાબેનને જમાઇ ઇમરાને છરી ઝીંકી

તમારી દિકરીને રિસામણેથી કેમ મોકલતાં નથી? કહી તૂટી પડ્યો

રાજકોટ તા. ૧૦: ભીલવાસ શેરી નં. ૨માં રહેતાં અને રેસકોર્ષમાં ફનવર્લ્ડ પાસે  લારી રાખી અમેરિકન મકાઇ અને ખીચુ વેંચી ગુજરાન ચલાવતાં ફરીદાબેન દિનેશભાઇ ઝીંઝવાડીયા (ઉ.વ.૪૬) સાંજે સાતેક વાગ્યે રેકડીએ હતાં ત્યારે તેના જમાઇ ઇમરાન આમદાણીએ આવી ઝઘડો કરી છરીથી હુમલો કરતાં ફરીદાબેન બચવા માટે નીચે નમી જતાં ડોકમાં છરી લાગી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

બનાવની જાણ થતાં પ્ર.નગરના પીએસઆઇ કે. સી. રાણાએ હોસ્પિટલે પહોંચી ફરીદાબેનની ફરિયાદ પરથી તેના જમાઇ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. ફરીદાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે તેની દિકરી સાયમાને છએક મહિનાથી પતિ ઇમરાને મુકી ગયો હતો. સાયમાને દોઢ વર્ષની એક દિકરી પણ છે. ગત સાંજે ઇમરાન રેકડીએ આવ્યો હતો અને તમારી દિકરીને કેમ રિસામણે બેસાડી છે, તેને મારી સાથે મોકલી આપો કહી ગાળો દેવા માંડ્યા હતાં અને છરી કાઢી હુમલો કર્યો હતો.  પોલીસે આરોપીને પકડી લેવા તપાસ હાથ ધરી છે. 

(3:08 pm IST)