Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

સ્ટીલ-સીમેન્ટના ભાવના તોતિંગ વધારા સામે બિલ્ડર્સ એસો. દ્વારા શુક્રવારે હડતાલ-આવેદન

ભાવ વધારા સામે ઉગ્ર વિરોધ : રાજકોટની ૭૦૦ સાઇટ ઉપર એક દિવસ કામ બંધ રહેશે

રાજકોટ, તા. ૧૦ : છેલ્લા કેટલાક સમયથી સ્ટીલ અને સીમેન્ટના ભાવમાં તોતીંગ વધારો થતા બાંધકામ ક્ષેત્રે કાર્યરત બીલ્ડર્સ લોબીને તોતીંગ ફટકો પડી રહ્યો છે.

સ્ટીલ-સીમેન્ટ અને બાંધકામને લગતી સામગ્રીના ભાવ આસમાને પહોંચતા તા. ૧ર ફેબ્રુઆરી ના કામ બંધ કરીને હડતાલ પાડવાનો નિર્ણય કર્યો છે. બીલ્ડર્સ એસોસીએશન દ્વારા આ અંગે તા. ૧રના કલેકટરને આવેદનપત્ર પાઠવામાં આવશે.

બિલ્ડર્સ વર્તુળોના જવાબ મુજબ છેલ્લા બે માસમાં સીમેન્ટ અને લોખંડના ભાવમાં સતત વધારો થાય છે. બિલ્ડીંગ મટીરીયલમાં થયેલા વધારાને કારણે બીલ્ડર્સ અને કોન્ટ્રાકટરોને ભાવ વધારો પરવડી શકે તેમ નથી. રાજકોટની ૭૦૦ બાંધકામ સાઇટ ઉપર તા. ૧ર ના કામકાજ બંધ રહેશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

(3:05 pm IST)