Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ડો. ઠકકરની હોસ્પિટલમાં આવતા રવિવારે દાંત, કાન, નાક, ગળાનો સારવાર કેમ્પ

રાહતદરે નિદાન-સારવાર કરી અપાશેઃ નામ નોંધણી ચાલુ

રાજકોટઃ આગામી તા.  ૧૪   રવિવારે  ડો ઠક્કર હોસ્પિટલ ખાતે રાહત દરે દાંત તથા કાન નાક ગળાનો નિદાન યોજાયેલ છે. સૌરાષ્ટ્રની પ્રથમ હરોળની દાંત તથા કાન નાક ગળાની હોસ્પિટલમાં ડો હિમાંશુ ઠક્કર કે જેઓ ૨૦ વર્ષ થી રાજકોટ ખાતે ઈએનટી સર્જન તરીકે પ્રેકટીસ કરી રહયા છે તેઓ આ કેમ્પમાં કાન નાક ગળાના રોગો નું નિદાન અને સારવાર કરશે જેમાં કાનના રોગો જેવાકે કાનમાંથી આવતા રસી કાનની બહેરાશ. કાનના પડદાની સમસ્યા. વિ. રોગોનું નિદાન અને સારવાર. નાકના મસા, સાઇનસ, જૂની શરદી, એલર્જી, નકસુરની સમસ્યા.માથું દુખવું , નાકમાંથી લોહી પડવું વિ. રોગો નું નિદાન અને સારવાર,ગળાના રોગો જેવાકે કાકડા, થાયરોઇડ ગ્રંથીની ગાંઠ, ગળાની ગાંઠ ટીબી, સાદી કે કેન્સરની  વિ. નું નિદાન. મો તથા ગળાના કેન્સરનું નિદાન..આ તમામ રોગોનું દૂરબીન વડે સચોટ નિદાન અને જરૂર પડ્યે રાહત દરે ઓપરેશન પણ કરી આપવામાં આવશે. રાહત દરે કાનનું ઓડીઓમેટ્રિ અને કાનનું મશીન વિ સુવિધાઓ કેમ્પ માં આપવામાં આવશે.

આ ઉપરાંત દાંત ના રોગો ના નિષ્ણાત ડો કૃપાબેન ઠક્કર પણ સેવા આપશે. જેમાં દાંત ના ચોકઠાં ફિકસ દાંત, ડહાપણ દાઢ, દાંત ના મૂળિયાંની સારવાર, પેઢામાં સ્ક્રુ નાખી ડેન્ટલ ઈંપ્લાન્ટ, વ્યસન થી ખરાબ થઈ ગયેલ દાંતની સારવાર, વ્યસન થી બંધ થઈ ગયેલ મોઢા ની સારવાર અપાશે.

સવારે ૯ થી ૧ કેમ્પ માટે અગાઉ નામ નોંધાવવું જરૂરી છે. મો.  ૯૧૦૬૧ ૧૯૦૩૮, ૦૨૮૧-૨૪૮૩૪૩૪, સ્થળઃ  ડો ઠક્કરની દાંત તથા કાન નાક ગળાની હોસ્પિટલ ૨૦૨.લાઈફ લાઈન બિલ્ડીંગ, વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ

(3:04 pm IST)
  • અધીર રંજન વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગનો ઠરાવ સંસદમાં મૂકાયો : ગ્રેગ થનબર્ગ ઉપર નિવેદન કરવા અંગે ભાજપના સાંસદ પી.પી.ચૌધરીએ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગની દરખાસ્ત લોકસભામાં રજૂ કરી છે. access_time 11:29 am IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 10,510 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 08,58,300 થઇ :એક્ટિવ કેસ 1,38,834 થયા: વધુ 12,699 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05 ,59, 604 થયા :વધુ 85 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,280 થયા access_time 1:06 am IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,169 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 08,70,555 થઇ :એક્ટિવ કેસ 1,39,477 થયા: વધુ 11,441 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05, 71, 062 થયા : વધુ 94 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,375 થયા access_time 1:03 am IST