Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

નોકરી વાંચ્છુકોનો રાફડો ફાટયો

મનપામાં ૧૨૨ જુ.કલાર્ક માટે ૬૦ હજાર અરજીઓ

પુરૂષમાં ૪૨ સામાન્ય જગ્યા અને મહિલાઓમાં ૧૪ સામાન્ય જગ્યા : ઓનલાઇન અરજી કરેલ ઉમેદવાર ૧૨ ફેબ્રુઆરી સુધીમાં ફી ભરી શકશેઃ ૪૪ હજાર લોકોની ફી જમા થતાં તંત્રને કરોડોની આવક

રાજકોટ તા.૧૦ : મહાનગર પાલિકામાં ૧૨૨ જુનિયર કલાર્કની જગ્યા માટે ૬૦ હજાર જેટલી અરજીઓ આવી છે. ગઇકાલ તા. ૯ ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઇન અરજી કરેલ ઉમેદવારો તા.૧૨ ફેબ્રુઆરી સુધીમાં ફી ભરી શકશે. ગઇકાલ સુધીમાં અંદાજીત ૪૪ હજાર લોકો એ રૂ.૫૦૦ ની ફી લેખે તંત્રને કરોડોનો આવક થવા પામી છે.

આ ૧૨૨ પૈકી પુરૂષોમાં ૪૨ અને મહિલાઓમાં ૧૪ એમ કુલ ૫૬ સામાન્ય ઉમેદવારોની જગ્યા છે. બાકીની તમામ જગ્યાઓ અનામત કેટેગરીની છે. જે ભરતી કરવાની થાય છે તેમાં પુરૂષો માટે ૪૨ સામાન્ય, આદિજાતિ માટે ૨૩, અનુજાતિ માટે ૨૩, સામાજીક પછાત માટે ૮, અનુ.જાતિ માટે ૮ અને અનુ.જનજાતિ માટે ૨૭ જગ્યાઓ ભરવામાં આવશે.

જ્યારે મહિલા અનામતની કેટેગરીમાં ૧૪ સામાન્ય, આદિજાતી માટે ૪, અનુજાતિ માટે ૨, અનુજનજાતિ માટે ૯ જગ્યાઓ છે તથા શારીરિક અશકત માટે ૩ જગ્યાની ભરતી થશે.

માન્ય યુનિવર્સિટીના સ્નાતક તથા ડેટા એન્ટ્રીની કોમ્પ્યુટર ટાઇપીંગની નિયત સ્પીડ વગેરે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ૯ ફેબ્રુઆરી સુધીમાં  ૬૦ હજાર લાયકાત ઉમેદવાર ઓનલાઇન અરજીઓ કરી  છે.

 અરજીઓની તપાસણી કરી યોગ્ય ઉમેદવારોની લેખીત પરીક્ષા લેવાશે અને પછી લેખિત અને પ્રેકટીકલ પરીક્ષા લઇ મેરીટ મુજબ ઉમેદવારોની પસંદગી થશે.(

(3:03 pm IST)