Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

આલાપ પાસે આવાસ કવાર્ટરમાં રહેતાં ૩૦ વર્ષના ઢગા સંજયનો ધોરણ-૧૨ની છાત્રા પર બળાત્કાર

સગીરાને ધરાર પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા અને તેણીના ભાઇને મારી નાંખવાની ધમકી આપી શોષણ કર્યાનો આરોપઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યોઃ આરોપી સકંજામાં : સગીરા ૬-૨ના સ્કૂલે જવાનું કહીને નીકળી, પણ પિતાએ તપાસ કરતાં સ્કૂલમાં રજા હતીઃ શોધખોળ દરમિયાન સંજયના ઘર પાસે દિકરીની સાયકલ મળી અને તેના ઘરમાંથી દિકરી પણ મળી આવી : સંજયએ કહ્યું-મારો બર્થ ડે હતો એટલે તમારી દિકરીને બોલાવી હતીઃ ત્રણ દિવસ ગુમસુમ રહ્યા બાદ સગીરાએ શોષણની ઘટના વર્ણવતા પરિવારજનો ચોંકી ગયા

રાજકોટ તા. ૧૦: આલાપ ગ્રીન સીટી પાસે આરએમસી આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં ૩૦ વર્ષના ઢગાએ પૂર્વ પડોશી એવી ધોરણ-૧૨ની છાત્રાને પોતાની સાથે ધરાર પ્રેમસંબંધ રાખવા દબાણ કરી તેમજ તેણીના ભાઇને અને તેણીને મારી નાંખવાની ધમકી આપી ત્રણેક વખત બળજબરીથી બળાત્કાર ગુજારી લેતાં મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે બળાત્કાર, પોકસો, એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ઢગાને સકંજામાં લીધો છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર છાત્રાના માતાની ફરિયાદ પરથી આલાપ ગ્રીન સીટી પાસે આવેલા આરએમસી આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં સંજય ધર્મેન્દ્રભાઇ કણજરીયા (સતવારા) નામના ૩૦ વર્ષના ઢગા વિરૂધ્ધ અઇાપીસી ૩૭૬, ૫૦૬ (૨) તથા પોકસો તેમજ એટ્રોસીટીની કલમો હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે.

ફરિયાદીએ પોલીસ એફઆઇઆરમાં જણાવ્યું છે કે મારા પતિ બિમાર હોઇ કામધંધો કરી શકતાં નથી. હું પ્રાઇવેટ નોકરી કરુ છું. મારી એક દિકરી ધોરણ-૧૨માં અભ્યાસ કરે છે જે સગીર વયની છે. અગાઉ અમે જ્યાં રહેતાં ત્યાં નજીકમાં સંજય કણજરીયા રહેતો હતો. તે મારી દિકરીનો મિત્ર હોઇ અને બ્લોકની નીચે અવાર-નવાર બેસતો હોઇ જેથી તેને ઓળખુ છું. તા. ૬/૨/૨૧ના રોજ મારી દિકરી સ્કૂલે ગઇ હતી અને બપોરે પાછી આવી ગઇ હતી. હું કામ પર ગઇ હતી. એ પછી મારા પતિ મારા નોકરીના સ્થળે આવેલા અને કહ્યું હતું કે બપોર બાદ દિકરી સ્કૂલે જવાનું કહીને નીકળી હતી, પણ સ્કૂલે તપાસ કરતાં ત્યાં રજા હોવાનું જણાવાયું છે. શોધખોળ કરવા છતાં મળી નથી.

એ પછી અમે દિકરીની શોધખોળ ચાલુ કરતાં આલાપ ગ્રીન સીટી પાસેના આરએમસી કવાર્ટર પાસે દિવાલ નજીક અમારી દિકરીની સાયકલ પડી હોઇ તે તરફ જોતાં અને કવાર્ટરનો દરવાજો ખોલી જોતાં સંજય બહાર નીકળ્યો હતો. તે અમને જોઇને ગભરાઇ ગયો હતો. એ પછી અમે અંદર જઇ તપાસ કરતાં રૂમમાં અમારી દિકરી મળી આવી હતી. અમે સંજયને ' તે કેમ અમારી પુત્રીને અહિ બોલાવી છે?' તેમ પુછતાં તેણે 'આજે મારો બર્થ ડે છે એટલે મેં તેને બોલાવી હતી, મારા બીજા ફ્રેન્ડ પણ આવ્યા હતાં અને તે જતાં રહ્યા છે' એવી વાત કરી હતી.

એ પછી અમે દિકરીને ઘરે લાવ્યા હતાં. એ પછી તે ગુમસુમ રહેવા માંડી હતી અને કોઇની સાથે વાત કરતી નહોતી. એ પછી મંગળવારે ૯મીએ સવારે મારા પતિ, મારા ભાભી સહિતે તેણીને સમજાવીને પુછતાં તેણીએ કહ્યું હતું કે સંજય ત્રણ વર્ષથી ઓળખે છે અને પોતાને તથા ભાઇને મારી નાંખવાની ધમકીઓ આપી, પરાણે પ્રેમસંબંધ રાખવા દબાણ કરે છે. તેમજ મોબાઇલ ફોનમાં વાત કરવાનું કહેતો રહે છે. તા. ૬ના રોજ બપોરે મળવા બોલાવતાં પોતે સાયકલ લઇને ગઇ હતી.  ત્યારે સંજય સાથે તેના મિત્રો કમલેશ, જયેશ પણ હતાં. અમે ચારેય થોડીવાર બેઠા હતાં. જયેશે મારા અને સંજયના મોબાઇલમાં ફોટા પાડ્યા હતાં. એ પછી સંજયએ બંનેને બહાર જવાનું કહ્યું હતું. એ પછી ભાઇને મારી નાંખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. આ પહેલા ત્રણ મહિના અગાઉ અને એક મહિના પહેલા પણ આ રીતે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.

આ વાત દિકરીએ અમને જણાવતાં અમે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને આવ્યા હતાં. તેમ ફરિયાદીએ એફઆઇઆરમાં જણાવતાં પીએસઆઇ બરવાડીયા અને લક્ષમણભાઇએ ગુનો નોંધ્યો હતો. એસસી એસટી સેલના એસીપી એસ. ટી. પટેલે વધુ તપાસ શરૂ કરી છે. આરોપી સંજય સકંજામાં આવી ગયો છે. તે કડીયા કામની મજૂરી કરે છે.

(1:52 pm IST)
  • કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ સંપૂર્ણપણે કોરોના મુક્ત સંઘ પ્રદેશ બન્યા: સમગ્ર દેશમાં સૌથી વધુ રિકવરી રેટ સાથે સંઘ પ્રદેશ અગ્રેસર :દિવમાં પ્રવાસન શરૂ હોવા છતાં 100 ટકા રિકવરી રેટ : સંઘ પ્રદેશ વહીવટી તંત્રે નાગરિકોના સહયોગને બિરદાવ્યો access_time 12:00 pm IST

  • રાજકોટ મહાપાલિકા ચૂંટણીઃ હવે બુથ દીઠ ૪૦ને બદલે ૨૫ હજારનો ખર્ચઃ કોરોના અંગે હવે માત્ર મતદારો માટે મોજા લેવાનાઃ બાકીની તમામ વસ્તુઓ ગાંધીનગરથી આવશે : રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખર્ચના અસરકારક પગલાઃ હવે બુથ દીઠ ૪૦ને બદલે ૨૫ હજારનો ખર્ચઃ કોરોના સંદર્ભે હાથમોજા અને શોપ બોકસ લેવાના રહેશેઃ બાકી સેનેટાઈઝર, ફેસશિલ્ડ, માસ્ક વિગેરે તમામ વસ્તુ ગાંધીનગરથી ડાયરેકટ ફાળવાશેઃ રાજ્ય ચૂંટણી પંચ તરફથી આવેલી સૂચના access_time 3:05 pm IST

  • જહોન્સન એન્ડ જહોન્સનને ભારતમાં વેકિસન બનાવવી છે ભારતે કહ્યુ છે કે જહોન્સન એન્ડ જહોન્સન કંપની ભારતમાં તેની કોવિડ વેકસીનનું ઉત્પાદન કરવા માંગે છે access_time 10:15 am IST