Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાબેતા મુજબ શિક્ષણ કાર્ય શરૂ : ૮ હોસ્ટેલમાં ૨૦૦થી વધુ છાત્રો આવ્યા

અન્ય રાજ્ય કરતા ગુજરાતમાં ઝડપથી શરૂ થતું શિક્ષણ કાર્ય

રાજકોટ તા. ૧૦ : કોરોના મહામારીને કારણે છેલ્લા ૧૦ માસથી બંધ રહેલ શાળા - કોલેજો ધીરે ધીરે ખુલી રહ્યા છે. યુજીસી દ્વારા પણ તબક્કાવાર અનલોક કરીને છૂટછાટ આપવામાં આવી રહી છે ત્યારે પરીક્ષાની તૈયારી કરવા કેમ્પસ ખોલવા મંજૂરી આપી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત માસે જ અનુસ્નાતક કક્ષા અને કોલેજોના અંતિમ વર્ષના છાત્રો ઉપરાંત શાળામાં પ્રથમ ધો. ૧૦-૧૨ બાદ ધો. ૯ થી ૧૧ અને અન્ય વર્ગો પણ ખોલવાની શરૂઆત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણ ભવનમાં રાબેતા મુજબનું શિક્ષણ કાર્ય શરૂ થયું છે. કેમ્પસ ઉપર વિદ્યાર્થીઓની હાજરી વધી રહી છે તો યુનિવર્સિટી કેમ્પસ ઉપર આવેલ ૮ હોસ્ટેલમાં કુલ ૫૦૦ છાત્રોની જગ્યા સામે બહારગામના ૨૦૦થી વધુ છાત્રો પ્રવેશ લઇને શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. કોરોના સામે માર્ગદર્શનનું અમલ થઇ રહ્યું છે.

(11:45 am IST)