Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ખરીદીનો સમયગાળો ફેબ્રુઆરીથી મે સુધીનો રહેશે

રાજકોટ જિલ્લાના ખરીદ કેન્દ્રો ઉપર ચણાની ખરીદી માટે ૫૬૮૭૪ ખેડૂતોનું રજીસ્ટ્રેશન

રાજકોટ :તા.૧૦,  ખરીફ માર્કેટીંગ સિઝન-૨૦૨૧ માં ખેડૂતો પાસેથી લદ્યુત્ત્।મ ટેકાના ભાવે કઠોળ તથા તેલેબીયા પાકોની ખરીદી માટે ગુજરાત સરકારની નોડલ એજન્સી તરીકે ગુજરાત રાજય પૂરવઠા નિગમ લિ.ની નિમણૂંક કરાઇ છે.

જે અન્વયે જે તે રાજયના વિવિધ જિલ્લાના તાલુકાઓમાં ચણાની ખરીદી માટે ખેડૂતોનું રજીસ્ટ્રેશન NIC i-pds પોર્ટલ  http://ipds.gujarat.gov.in  ઉપર કરવાનું રહેશે. તંત્ર દ્વારા ખરીદીનો સમયગાળો તા.૧૬/૨/૨૧ થી તા.૧૬/૫/૨૧ સુધીનો રહેશે.

 ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ચણાના લઘુત્ત્।મ ટેકાના ભાવ પ્રતિ કિવ. રૂ.૫૧૦૦ છે. રાજયમાં ચણાના ૧૮૮ જેટલા સુચિત ખરીદ કેન્દ્રો છે. અને ચણાનો વાવેતર વિસ્તાર ૭,૮૩,૦૮૦ હેકટર છે, અંદાજિત ચણાનું ઉત્પાદન ૧૩,૦૧,૮૯૩ મે.ટન છે. રાજયની સરેરાશ ઉત્પાદકતા કિ.ગ્રા./હેકટર ૧૬૬૩ છે. ૨૫ ટકા મુજબ સંભવિત ઉત્પાદન ચણાનું ૩,૨૫,૪૭૪ મે.ટન રહેશે.

ચણાની ખરીદી માટે ૨૦૨૦-૨૧માં રાજકોટ જિલ્લામાં ૫૬૮૭૪ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયુ છે. જેમાં રાજકોટ તાલુકામાં ૨૬૯૨, ઉપલેટા તાલુકામાં ૨૫૬૩, જેતપુર તાલુકામાં ૩૧૬૮,જસદણ તાલુકામાં ૯૫૩૬, જામકંડોરણા તાલુકામાં ૯૮૬૯, ગોંડલ તાલુકામાં ૧૦૮૩૩, ધોરાજી તાલુકામાં ૧૩૫૫, પડધરી તાલુકામાં ૪૨૫૧, કોટડા સાંગાણી તાલુકામાં ૩૧૪૯, લોધિકા તાલુકામાં ૩૩૨૧, વિંછીયા તાલુકામાં ૩૩૨૧ ખેડૂતોનો સમાવેશ થાય છે.

જયારે રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓમાં ચણાનો વાવેતર વિસ્તાર ૯૮૭૨૩ હેકટર છે, જિલ્લાની સરેરાશ ઉત્પાદકતા કિ.ગ્રા./હેકટર ૧૯૫૦ છે. ઉત્પાદકતા ૧૯૨૫૧૦મે.ટન છે. ૨૫ ટકા મુજબ ઉત્પાદન ૪૮૧૨૭ મે.ટન છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી રમેશ ટિલવાની યાદીમાં જણાવાયુ છે.

(11:44 am IST)