Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

વિજયનાદ સાથે વોર્ડ નં. ૧૨ના ભાજપ મધ્યસ્થ કાર્યાલયનો કેસરીયો પ્રારંભ

કોંગ્રેસના ગઢમાં ગાબડા ભાજપના યુવા અગ્રણી ધર્મેન્દ્રસિંહ ઝાલા (પીન્ટુભાઈ ખાટડી)ના પ્રયાસોથી ૭૧ વિધાનસભાના કોંગ્રેસના યુવા પ્રમુખ હેમેન્દ્રસિંહ જાડેજા, વોર્ડ નં. ૧૨ના કોંગ્રેસના મહામંત્રી યુવરાજસિંહ ઝાલા સહિત ૩૦૦ કોંગ્રેસ કાર્યકરોએ પહેર્યો ભાજપનો ખેસ : વોર્ડ નં. ૧૨ના ભાજપના ઉમેદવારો ડો. પ્રદિપભાઈ ડવ, મગનભાઈ સોરઠીયા, અસ્મિતાબેન દેલવાડીયા અને મિતલબેન લાઠીયાને : વિજયી બનાવવા સ્વયંભુ લોકનિર્ધાર ધારાસભ્યો લાખાભાઈ સોરઠીયા, ગોવિંદભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીની ઉપસ્થિતિમાં જંગી માનવ મેદની સાથે કાર્યાલયનું દબદબાભેર ઉદ્ઘાટન

ભારત માતા કી જય, વંદે માતરમના ગગનભેદી નારા વચ્ચે વોર્ડ નં. ૧૨ના ભાજપના મધ્યસ્થ કાર્યાલયના મંગલ પ્રારંભની તસ્વીરોમાં કાર્યાલયને ખુલ્લુ મુકતા ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ સાથે ભાજપના પાયાના અગ્રણી રાજુભાઈ બોરીચા, ઘનશ્યામભાઈ હેરમા, લાભભાઈ ખીમાણીયા, યુવા અગ્રણી ધર્મેન્દ્રસિંહ ઝાલા (પિન્ટુભાઈ ખાટડી) વોર્ડ નં. ૧૨ના ભાજપના કર્મનિષ્ઠ ઉમેદવારો પ્રદિપભાઈ ડવ, મગનભાઈ સોરઠીયા, અસ્મિતાબેન દેલવાડીયા, મિતલબેન લાઠીયા સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશેલા વિધાનસભા ૭૧ના કોંગ્રેસના યુવા પ્રમુખ હેમેન્દ્રસિંહ જાડેજા, વોર્ડ નં. ૧૨ના કોંગ્રેસના મહામંત્રી યુવરાજસિંહ ઝાલા સાથે ૩૦૦થી વધુ કોંગી કાર્યકરોને પિન્ટુભાઈ ખાટડીની આગેવાનીમાં આવકારતા ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા તથા અન્ય ભાજપ અગ્રણીઓ નજરે પડે છે. અન્ય તસ્વીરોમાં વાજતે ગાજતે ભાજપની વિકાસયાત્રામાં સામેલ થવા જતા કોંગ્રેસના કાર્યકરો તથા આ અવસરે મંચ ઉપર ઉપસ્થિત અગ્રણીઓ જેવા કે નરસીભાઈ કાકડીયા, રસિકભાઈ કાવઠીયા, દશરથસિંહ જાડેજા, મનસુખભાઈ વેકરીયા, યોગરાજસિંહ જાડેજા, છગનઆતા, ધીરૂભાઈ સોરઠીયા (વિશાલ ફાઉન્ડ્રીવાળા), ઘનશ્યામસિંહ ઝાલા, ધીરજભાઈ સિંધવ, શિવરાજસિંહ જાડેજા, ઉમેશભાઈ ચાપાણી, સિદ્ધરાજસિંહ જાડેજા, કમલેશભાઈ મેવાળા, કિરણબેન હરસોડા, કંચનબેન મારડીયા વગેરે નજરે પડે છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૦ :. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૨ના ભાજપ મધ્યસ્થ કાર્યાલયના પ્રારંભ સાથે જ જે કેસરીયો માહોલ જોવા મળ્યો તે જોતા એવુ જ લાગે કે વોર્ડ નં. ૧૨ના ભાજપના તમામ ઉમેદવારોનો જંગી લીડ સાથે વિજય નિશ્ચિત છે.

વોર્ડ નં. ૧૨ના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન સમયે જંગી માનવમેદની અને ભાજપના ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કોંગ્રેસના પાયાના કાર્યકર અને ૭૧ વિધાનસભા વિસ્તારના યુવા પ્રમુખ હેમેન્દ્રસિંહ ઝાલા તથા વોર્ડ નં. ૧૨ના કોંગ્રેસના મહામંત્રી યુવરાજસિંહ ઝાલા સાથે ૩૦૦થી વધુ કોંગ્રેસી કાર્યકરો ભારતમાતા કી જય અને વંદે માતરમ્ના જયઘોષ સાથે વિધિવત ભાજપમા જોડાયા હતા. આ તમામ કોંગી કાર્યકરો અને અગ્રણીઓને ભાજપની વિકાસ યાત્રાના સહભાગી બનાવવાના સફળ પ્રયાસો ભાજપના યુવા અગ્રણી ધર્મેન્દ્રસિંહ ઝાલા (પિન્ટુભાઈ ખાટડી) દ્વારા કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કાર્યકરોમાં દિવ્યરાજસિંહ રાણા, વિરેન્દ્રભાઈ ડાંગર, કલ્પેશભાઈ હુંબલ, શિવરાજસિંહ જાડેજા, ચેતનસિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ રાણા, દિલીપભાઈ પટેલ, ધીરજભાઈ સિંધવ, દેવેન્દ્રસિંહ ઝાલા, સુરેશભાઈ ઘોઘારી, પ્રવિણભાઈ હરણેશા સહિત ૩૦૦થી વધુ લોકોનો સમાવેશ થાય છે. આ તમામ લોકોેએ ભાજપની પેનલને વિજયી બનાવવા તન-મન-ધનથી પ્રયાયો કરવા દ્રઢ નિર્ધાર વ્યકત કર્યો હતો.

વોર્ડ નં. ૧૨ના ઉમેદવારો ખરા અર્થમાં જનતાની સાથે રહેનારા સાબિત થયા છે. યુવા અગ્રણી અને ઉચ્ચ શિક્ષિત પ્રદિપભાઈ ડવ, જનસંઘ સમયથી ભાજપના પીઢ કાર્યકર મગનભાઈ સોરઠીયા, ઉમિયાધામ મહિલા સમિતિ અને ભાજપ મહિલા મોર્ચામાં લાંબા સમયથી સક્રિય એવા અસ્મિતાબેન દેલવાડીયા તથા મહિલાઓના પ્રશ્ને કાયમ લડત આપતા મિતલબેન લાઠિયાનો વિજય અત્યારથી જ નક્કી મનાઈ રહ્યો છે.

કાર્યાલયના મંગલ પ્રારંભના અવસરે વોર્ડ નં. ૧૨ના ચૂંટણી ઈન્ચાર્જ નરસીભાઈ કાકડીયા, વોર્ડ પ્રમુખ રસિકભાઈ કાવઠીયા, વોર્ડ મહામંત્રી મનસુખભાઈ વેકરીયા, મહામંત્રી વોર્ડ નં. ૧૨ દશરથસિંહ જાડેજા, વોર્ડના પૂર્વ પ્રમુખ યોગરાજસિંહ જાડેજા, વિવિધ સોસાયટીઓમાંથી આવેલા અગ્રણીઓ જેવા કે છગન આતા, ધીરૂભાઈ સોરઠીયા, ઉમેશભાઈ ચાપાણી, જેન્તીભાઈ ખુંટ, કેશુભાઈ રાંક, રાજુભાઈ વીરડીયા (આસ્થા પ્રમુખ), કમલેશભાઈ મેવાડા, વિનુભાઈ જોષી, રજનીભાઈ લીલા, કૌશિકભાઈ કમાણી, લક્ષ્મણભાઈ સાકરીયા, સિદ્ધરાજસિંહહ જાડેજા, મહેન્દ્રસિંહ વાઘેલા, પરેશભાઈ સગપરીયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, કિરણબેન હરસોડા, કંચનબેન મારડીયા, સુખદેવસિંહ જાડેજા, રમેશભાઈ ડોબરીયા, વિજયભાઈ સાંગાણી, પરસોતમભાઈ રાઠોડ, ભરતભાઈ શિંગાળા, મહિપતસિંહ, સુરેશભાઈ રામાણી, રમણીકભાઈ દેવરીયા, રવિભાઈ કાલરીયા, ઘેલાભાઈ મિયાત્રા, મેહુલભાઈ બોરીચા, ધીરૂભાઈ ચાવડા, સવજીભાઈ મૈયડ, મહિપતસિંહ હુંબલ, પીન્ટુભાઈ ખીમાણીયા, મહેન્દ્રભાઈ અડવાણી, યોગેન્દ્રસિંહ રાણા, રણછોડભાઈ પાંભર, સુભાષભાઈ સાવલિયા, વિજયભાઈ કોરાટ, લાભભાઈ ખીમાણીયા, ઘનશ્યામભાઈ હેરમા, રાજુભાઈ બોરીચા, યોગેન્દ્રસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ઝાલા (વિશ્વકર્મા પ્રમુખ), પ્રફુલભાઈ કાથરોટીયા, લક્ષ્મણભાઈ સાકરીયા, નશાભાઈ ડાંગર, પ્રકાશભાઈ ડોડીયા, ગંગદાસભાઈ ગજેરા, રાજભા જાડેજા, નવલસિંહ ભટ્ટી, અનિરૂદ્ધસિંહ ચુડાસમા, મહેન્દ્રસિંહ વાઘેલા, વિમલભાઈ રાદડીયા, યોગેન્દ્રસિંહ, અલ્તાફભાઈ, મનિષભાઈ માયાવી, મહેશભાઈ રાઠોડ સહિત બહોળી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો અને વિવિધ સોસાયટીઓના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

(3:09 pm IST)