Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

રાજકોટના ભંગારના ધંધાર્થીની શાપરમાં થયેલી હત્યામાં છના નામ ખુલ્યાઃ મહિલા સહીત ૩ની અટકાયત

રાજકોટ, તા., ૧૦: પરમ દિવસે રાત્રે રાજકોટ રહેતા ભંગારના ધંધાર્થી કમલેશ બાબુભાઇ ગુપ્તા (ઉ.વ.૩પ) (રહે. ગાંધીગ્રામ આવાસ યોજના કવાર્ટર બી.૧૯ કવા.નં. ૪૩૪) ભાગીદારીના ડખ્ખો સુલ્ટાવવા મળેલી  બેઠકમાં હાજર હતા ત્યારે થયેલી બોલાચાલી અને ઉશ્કેરાટ વચ્ચે હુમલો થયો હતો. જેમાં એક મહિલા સહીત ૬ શખ્સોએ ધોકા-પાઇપ વડે હુમલો કરતા કમલેશ બાબુભાઇ ગુપ્તાની હત્યા થઇ હતી. આ મામલામાં રૂરલ ક્રાઇમ બ્રાંચની ટુકડી અને શાપર પોલીસે તપાસ આદરી હતી. એ દરમ્યાન ઘટનામાં સંડોવાયેલા સગીર, સુરેશ ઉર્ફે નંદકેશ કમલાપ્રસાદ (ઉ.વ.૩૦) રહે. શાપર શૈલેષ સેન્ટર પ્રાઇઝ નામના ભંગારના ડેલામાં મધુબેન બાબુભાઇ પનારા (ફોન) (રહે. લોહાનગર)ને પોલીસે સકંજામાં લઇ લીધા છે. આ ઉપરાંત પુતીલાલ રામદીન (રહે. શાપર) શૈલેષ એન્ટરપ્રાઇઝ, રવી વર્મા અને અજય બાબાદીન ગુપ્તાની સંડોવણી ખુલતા આ ત્રણેયની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ.એન.રાણાની ટુકડીએ ગણતરીના કલાકોમાં હત્યાના આરોપીઓને સકંજામાં લેવા ગાળીયો કસી લીધો છે.

(4:06 pm IST)