Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

હીરામણિ સ્કુલમાં ઇનામોનો વરસાદઃ કુલપતિ હર્ષદ પટેલના હસ્તે ૩૧૦ વિદ્યાર્થીઓનું સન્માન

રાજકોટઃ અમદાવાદની હીરામણિ સ્કુલ (ગુજરાતી-અંગ્રેજી) માધ્યમના વિદ્યાર્થીઓનો ઇનામવિતરણ સમારોહ શ્રી પ્રો.ડો.હર્ષદભાઇ પટેલ, (કુલપતિશ્રી ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન, ગાંધીનગર) ના મુખ્ય મહેમાન પદે તેમજ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીનના હસ્તે ઇનામ વિતરણ સમારોહ યોજાયો આ સમારોહમાં ફુટબોલ, ક્રિકેટ, ખો-ખો, વુશુ, કરાટે, સોફટ ટેનિશ, ચિત્રકામ, સિલમ્બમ, સિમ્બો, ટેકવોન્ડોમાં વિશિષ્ટ સિદ્ધિઓ મેળવવા બદલ ૩૧૦ વિદ્યાર્થીઓને ૪૬૩ ઇનામો શાળા દ્વારા આપવામાં આવ્યા હતા. સમારોહમાં સંસ્થાના પ્રમુખ નરહરિભાઇ અમીન ઉપપ્રમુખ શ્રીમતી નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વરૂણ અમીન, જોઇન્ટ સેક્રેટરીશ્રી પંકજભાઇ દેસાઇ, સી.ઇ.ઓ.ભગવતભાઇ અમીન, શૈક્ષણિક સલાહકાર એ.સી.ગોપાણી, શાળાના આચાર્યો, શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:55 pm IST)