Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

આજીના પટમાં ઘોડીપાસા રમતાં બે શખ્સ ૨૭ હજાર સાથે પકડાયાઃ ત્રણ ભાગી ગયા

રાજનગર ચોકમાં તિનપત્તી રમતાં ૭ પકડાયાઃ ૧૩ હજારની રોકડ કબ્જેઃ ભગતસિંહજી ગાર્ડન પાસે તિનપત્તી રમતાં ૪ શખ્સોની ધરપકડ

રાજકોટ તા. ૧૧: આજી નદીના પટમાં  બી-ડિવીઝન પોલીસે દરોડો પાડી ઘોડીપાસા રમતાં બે શખ્સને પકડી લીધા હતાં. જ્યારે સુત્રધાર ભીસ્તીવાડનો એઝાઝ ઉર્ફ ટકો ખિયાણી અને રવિ કાળુભાઇ રામાવત તથા સાથેનો જુમો જીવાભાઇ ભાગી ગયા હતાં. પીએસઆઇ એમ. એમ. ડામોર, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, હરપાલસિંહ જાડેજા સહિતે પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝની રાહબરીમાં દરોડો પાડ્યો હતો. પોલીસે રૂ. ૨૭૨૫૦ રોકડા તથા ઘોડીપાસા કબ્જે કર્યા હતાં.

બીજા દરોડામાં નાના મવા રોડ પર રાજનગર ચોકમાં જાહેરમાં તિનપત્તીનો જૂગાર રમતાં મોહન જેઠાભાઇ રાઠોડ (ઉ.૪૫-રહે. સૂર્યપાર્ક-૨  બ્લોક નં. ૧૫), જીલુ લક્ષમણભાઇ કુંભરવડીયા (ઉ.૪૯-રહે. નહેરૂનગર-૪),  સતિષ બાબુભાઇ ચારણ (ઉ.૨૧-રહે. મેઘમાયાનગર-૧), મોન્ટુ ચંદુભાઇ રાઠોડ (ઉ.૩૧-રહે. અરવિંદભાઇ મણિયાર એપાર્ટમેન્ટ બ્લોક નં. એફ-૮૪), હિમતગીરી રૂગનાથગીરી ગોસ્વામી (ઉ.૪૨-રહે. વામ્બે આવાસ કવાર્ટર), ચંદુ તુલસીભાઇ મકવાણા (ઉ.૪૨-રહે. રૈયાધાર મફતીયાપરા), ચંદ્રેશ ચેતનભાઇ ચોૈહાણ (ઉ.૨૦-રહે. ગોૈતમનગર-૩) તથા રાજેશ દિનેશભાઇ ગોહેલ (ઉ.૨૭-રહે. ગોૈતમનગર-૨, અક્ષર માર્ગ ભરાડ સ્કૂલ પાસે)ને પકડી લઇ રૂ. ૧૩૩૦૦ તથા ગંજીપાના કબ્જે લીધા હતાં.

પીઆઇ એન. એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ ચંપાવત, હેડકોન્સ. વાય. એમ. જાડેજા, કોન્સ. ભાવેશભાઇ ગઢવી સહિતે દરોડો પાડ્યો હતો.

આ ઉપરાંત યુનિવર્સિટી પોલીસે ભગતસિંહજી ગાર્ડન પાછળ ગુ.હા. બોર્ડ કવાર્ટર બ્લોક નં. ૪૪ પાસે જાહેરમાં ગંજીપાનાનો જૂગાર રમતાં નિકીત લાલબહાદુર છેત્રી (ઉ.૨૩), લાલો તેજુ ઠાકુર (ઉ.૨૭), દિપક મનબહાદુર બોહરા (ઉ.૨૮) અને લક્ષમણ નવલભાઇ સિંગ (ઉ.૨૭)ને પકડી લઇ રૂ. ૧૨૧૫૦ની રોકડ  કબ્જે લીધી હતી. પીઆઇ આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ એમ. વી. રબારી, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ મિંયાત્રા, જેન્તીગીરી ગોસ્વામી, પુષ્પરાજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(1:04 pm IST)