Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

તસ્કરણી લીલા અને બે બુટલેગર પાસામાં

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વોરન્ટ ઇશ્યુ કરતાં ભકિતનગર પોલીસે બે અને ગાંધીગ્રામ પોલીસે એક વોરન્ટની બજવણી કરી

રાજકોટઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વધુ ત્રણને પાસા તળે જેલમાં ધકેલી દીધા છે. જેમાં એક તસ્કરણી અને બે બુટલેગરનો સમાવેશ થાય છે.

સવારના સમયે ભીખારણનો વેશ ધારણ કરી ખુલ્લા ઘરોમાં ઘુસી જઇ પળવારમાં રોકડ, પર્સ, મોબાઇલ ફોન સહિતની મત્તા ચોરી ભાગી જતાં હાલ કણકોટના પાટીયા પાસે નારાયણનગર પાસે ઝૂપડામાં રહેતી લીલા ઉર્ફ લીલુ ધીરૂભાઇ વાઘેલા (ઉ.૪૬) નામની દેવીપૂજક મહિલાને તાજેતરમાં ક્રાઇમ બ્રાંચે ચોરીના ગુનામાં પકડી હતી. આ મહિલાને પાસામાં ધકેલવાની દરખાસ્ત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મંજુર કરી હતી. આ ઉપરાંત જંગલેશ્વર રાધાકૃષ્ણનગર-૧૩માં રહેતાં બુટલેગર શાહિદ ઉર્ફ સોહિલો અજીતભાઇ હીંગોરા (ઉ.૨૩)ને પણ પાસામાં ધકેલવાની દરખાસ્ત ઇ-ગુજકોપને આધારે આવતાં તે પણ મંજુર કરવામાં આવી હતી અને વડોદરા જેલ હવાલે કરવા હુકમ થયો હતો.

પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ એસ. એન. ગડ્ડુ, પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, પ્રતાપસિંહ રાણા, કોન્સ. મહેશભાઇ જોગડા, હાર્દિક પીપળીયા, રાજુભાઇ દહેકવાડ, શૈલેષભાઇ રાવલ, અજયભાઇ શુકલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા, રાહુલગીરી ગોસ્વામી સહિતે આ બંને વોરન્ટ બજવણીની કામગીરી કરી હતી.

આ ઉપરાંત ગાંધીગ્રામ શેરી નં. ૮ બંધ શેરી સંજરી ખાતે રહેતાં ઇમ્તિયાઝ ઉર્ફ તોતો અબ્દુલરઝાક શેખ (ઉ.૨૭)ને પણ પાસામાં ધકેલવાની દરખાસ્ત મંજુર થતાં ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હીરાભાઇ રબારી, રશ્મિનભાઇ પટેલ, રાહુલભાઇ વ્યાસ, વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, હાર્દિકસિંહ પરમાર, દિગુભા ગોહિલ, અમીનભાઇ, શૈલેષભાઇ, બ્રિજરાજસિંહ, હિતુભા, કનુભાઇ, ભુમિકાબેને વોરન્ટની બજવણી કરી હતી.

(11:56 am IST)