Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

એચ.સી.જી. હોસ્પીટલ-એચ.સી.જી. ફાઉન્ડેશનની અનોખી પહેલ

દરીદ્રનારાયણ દર્દીઓને નવજીવન માટે ભંડોળઃ'કસુંબીનો રંગ'થકી દાનની સરવાણી

કિર્તીદાન ગઢવીનાં ડાયરામાં એકત્રીત થનાર રકમ કેન્સર સહીતનાં જીવલેણ રોગોનાં ગરીબ દર્દીઓની સારવારમાં ખર્ચાશેઃ સૌરાષ્ટ્રનાં દાતાઓને સહયોગી થવા સેન્ટર હેડ ડો.મનીષ અગ્રવાલની લાગણી સભર અપીલ

એચ.સી.જી. હોસ્પીટલ તથા એચ.સી.જી. ફાઉન્ડેશન દ્વારા ગરીબ દર્દીઓની સારવાર માટે યોજાનાર 'કસુંબીનો રંગ' કાર્યક્રમની વિગતો અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા સેન્ટર હેડ ડો.મનીષ  અગ્રવાલ દ્વારા અકિલા ન્યુઝ ડોટ કોમના એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રાને આપી હતી. તે વખતની તસ્વીર. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

રાજકોટ, તા., ૧૦: છેલ્લા સવા વર્ષથી રાજકોટમાં કાર્યરત કોર્પોરેટર કક્ષાની એચસીજી હોસ્પીટલ અને એચસીજી ફાઉન્ડેશનનાં સંયુકત ઉપક્રમે દરીદ્રનારાયણ એટલે કે અત્યંત ગરીબ દર્દીઓને કેન્સર સહીતની જીવલેણ બીમારીઓની ખર્ચાળ સારવારમાં મદદરૂપ થવા ખાસ ભંડોળ એકત્રીત કરી આવા દર્દીઓને નવજીવન આપવાની અનોખી પહેલના ભાગરૂપે આગામી તા.રપ ફેબ્રુઆરીએ સાંજે ૭ વાગ્યે રેસકોર્ષનાં કવિશ્રી રમેશ પારેખ રંગ દર્શન ખાતે 'કસુંબીનો રંગ' ડાયરાના કાર્યક્રમનું આયોજન થયું છે.

'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા એચસીજી હોસ્પીટલનાં સેન્ટર હેડ ડો.મનીષ અગ્રવાલ તથા માર્કેટીંગ હેડ પ્રભુદાસભાઇ જાજલે અકિલા ન્યુઝ ડોટ કોમના એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રાને જણાવ્યું હતું કે સવા વર્ષથી રાજકોટમાં એચસીજી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ કાર્યરત છે. હવે કેન્સરના દર્દીઓ માટે પણ આશીર્વાદરૂપ સેવાઓ આ હોસ્પીટલમાં ઉપલબ્ધ બની રહી છે.

સંસ્થાનો મુખ્ય ઉદેશ સૌરાષ્ટ્રમાં કેન્સરનાં દર્દીઓ વધુ છે. તેઓને બને તેટલું ઓછુ આર્થિક ભારણ આવે તે પ્રકારની શ્રેષ્ઠ સારવાર આપવાનો છે.

ડો. અગ્રવાલે વિષેશમાં જણાવ્યુંહતું કે એચસીજી ફાઉન્ડેશન એ હેલ્થ કેર ગ્લોબલ એન્ટરપ્રાઇઝ લિમીટેડની એક પહેલ છે. જેના ચેરમેન ડો. બી.એસ.અજયકુમાર છે. આ ફાઉન્ડેશન દક્ષિણ એશિયાના સૌથી મોટા કેન્સર કેર નેટવર્કસ હેલ્થકેર ગ્લોબલ સાથે સંકળાયેલુ છે. અને તેની સ્થાપના એક બિનસરકારી સંસ્થા તરીકે ર૦૦૬માં કરવામાં આવી હતી.

ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્ેશ એવા દર્દીઓને સારવાર આપવાનો છે જેઓ જીવનું જોખમ હોય તેવા રોગની ખર્ચાળ સારવાર લઇ શકે એવી નાણાકીય સ્થિતિ ધરાવતા નથી. ફાઉન્ડેશનનો સિદ્ધાંત છે કે કોઇ પણ દર્દીને તેને સારવાર પરવડે તેમ હોય તે કારણ નથી એચસીજીમાં સારવાર મેળવવાથી કયારેય પાછા ન જવા દેવામાં આવે એચસીી ફાઉન્ડેશને શરૂઆત સુધીમાં ભારતભરમાં ૪૦૦૦ થી વધુ દર્દીઓને મદદ કરી છે. ગુજરાતમાં એચસજી ફાઉન્ડેશન દર્દીની સારવારની બધો જ ખર્ચ ભોગવે છે અને એચસીજી હોસ્પિટલ દ્વારા હોસ્પિટલના અને પ્રોફેશનલ ચાર્જિસ પૂરેપૂરા માફ કરી દેવામાં આવે છે. ફાર્મસી અને બહાર કરાવેલાં પરીક્ષણનો ખર્ચ ફાઉન્ડેશન આપે છે. દર મહિને એચસીજી ફાઉન્ડેશન એચસજી હોસ્પિટલ્સમાં આવતા અને જેમની નાણાકીય પરિસ્થિતિ નબળી હોય તેવા ૭-૮ દર્દીની સંપૂર્ણ સારવારનો ખર્ચ ભોગવે છે.

દર્દીઓને મદદ કરવાના હેતુથી ઘણા વર્ષોથી એચસીજી ફાઉન્ડેશન જુદા જુદા ચેરીટી કાર્યક્રમોનું અમદાવાદ અને વડોદરામાં આયોજન કરે છે. અને તેમાંવ્યકિતગત યોગદાન અને કોર્પોરેટર દાતાઓની સહાય મળી રહે છે. એકઠું થયેલું ભંડોળ નબળી આર્થિક પરિસ્થિતિવાળા દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

આ વર્ષે રપમી ફેબ્રુઆરી ર૦ર૦ ના રોજ શ્રી રમેશ પારેખ રંગભવન, રેસકોર્સ ગ્રાન્ઉડ, રાજકોટ, સમય સાંજના ૭ વાગ્યાથી શરૂ કરવામાં આવશે. એચસીજી ફાઉન્ડેશન દ્વારા ભંડોળ એકઠુ કરવા માટે પહેલી વખત રાજકોટ શહેરમાં એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. બુરાઇ પર ભલાઇની જીતની ઉજવણીના ભાગરૂપે યોજાઇ રહેલા આ કાર્યક્રમમાં ઉદાર દિલના દાતાઓ, કોર્પોરેટસ મહત્વનો મહાનુભાવો અને લાભાર્થીઓને આમંત્રણ આપવામાં આવશે.

ડો. અગ્રવાલે આ તકે અપીલ કરતા જણાવેલ કે ભંડોળ એકઠુ કરવાના અમારા પ્રયાસ ચાલુ રાખવામાં સૌરાષ્ટ્રના દાતાઓ તરફથી દાનરૂપે મદદ મળશે તો અમે આ દાન થકી કોઇ ગરીબ પરિવારના એકમાત્ર કમાણી કરનાર વ્યકિતનું જીવન બચી શકે છે. એવું સંતાન જે તેમના માતાપિતાની એકમાત્ર આશા છે કે પછી જેના જીવવાથી તેના બાળકોને સારા જીવનની આશા બંધાવી શકાય એવા કોઇની જીંદગી બચી શકે છે. બધા જ ચેક/ડીડી એચસીજી ફાઉન્ડેશનના નામ પર જમા કરાવવા વિનંતી છે. બધા જ દાન ૮૦ જી આઇટી એકટ હેઠળ અને કોઇ પણ યોગદાન કરમાં રાહત મળવાપાત્ર છે.

એચ.સી.જી. હોસ્પીટલમાં અપાતી રાહત દર ફ્રી નિદાનની સેવાઓ

* દર મહિનામાં પહેલા શુક્રવારે લીવર હેલ્થ ચેકઅપ તથા ગેસ્ટ્રોસેન્ટરોલોજી ફ્રીમાં કરી અપાય છે.

* કેન્સરના સ્ત્રી દર્દીઓ માટે સર્જન કેન્સલટેશન અને મેમોગ્રાફી ફકત રૂ. ર૯૯માં કરી અપાય છે.

* પલ્મેનોલોજી પેકેજ રૂ. ૪ થી ર૦ હજારમાં કરી અપાય છે.

* એન્ડોસ્કોપી પેકેજ રૂ. ૪,૪૪૪ થી ર,રરર સુધીમાં ઉપલબ્ધ છે.

(10:37 am IST)