Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

રેલ રોકો આંદોલનના કેસોમાં પૂર્વ કેબિનેટ મંત્રી ધારાસભ્યો, રાજકીય અગ્રણીઓને રૂ. ૧પ૦૦નો દંડ

રેલ્વે કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં ર૦૦પ અને ર૦૧૩ના કેસોનો નિકાલ

રાજકોટ, તા. ૧૦ : સને ર૦૦પ અને ર૦૧૩માં અનુક્રમે જુનાગઢ અને ધોરાજી ખાતે રેલ રોકો આંદોલન દરમ્યાન થયેલ કેસોમાં ધોરાજીના બનાવમાં પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઇ સાપરીયા, પ્રવિણભાઇ માકડીયા તેમજ જુનાગઢના રેલ રોકો આંદોલનના કેસમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, અમૃતભાઇ દેસાઇ, પ્રદીપભાઇ ખીમાણી સામેનો કેસ આજે રેલ્વે કોર્ટ ખાતે યોજાયેલ લોક અદાલતમાં મૂકાયો હતો.

આ કેસમાં ઉપરોકત રાજય અગ્રણીઓ વતી એડવોકેટ સંજયભાઇ વ્યાસ, પ્રતિક વ્યાસ અને પરેશભાઇ જોબનપુત્રાએ કેસોની પતાવટ કરતા ઉપરોકત દરેક રાજકીય અગ્રણીઓને રૂ. ૧પ૦૦-૧પ૦૦નો દંડ ફટકાર્યો હતો.(૮.૧૪)

(4:10 pm IST)