Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

વિરાણી સ્કૂલનું પ્રેરણાદાયી કાર્યઃ ૧૪મીએ ૨૦૦ છાત્રો કરશે માતા-પિતાની પૂજા

ગાયોને ૨૦૧ કિલો લાડુ, શ્વાનોને ૧ હજાર રોટલી અને ૫૦ લીટર દુધનો પ્રસાદ જમાડાશે

રાજકોટ,તા.૧૦: આગામી તા.૧૪ બુધવાર વેલેન્ટાઈન ડેના રોજ વિરાણી સ્કુલના પ્રાથનાખંડમાં સવારે ૮:૩૦ વાગ્યે ૨૦૦ વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતાની પૂજા કરશે. જય માતાજી અબોલ જીવ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી વિરાણી સ્કુલના ૨૦૦ વિદ્યાર્થીઓ આ દિવસે પોતાના માતા પિતાની પૂજા કરી ગાયોને લાડવા ખવડાવવાનું ભગીરથ કાર્ય કરી પૂણ્યનાં ભાગીદાર બનશે. આ માટે દરેક વિદ્યાર્થીઓને અગાઉથી જ કાર્યકર્તાઓ દ્વારા ૨૦૧ કીલો ઘઉંના લોટમાંથી પ્રત્યેક થેલીમાં ૧૦ ઘઉંના લોટનાં લાડવા આપવામાં આવશે અને વિદ્યાર્થી તેમજ વાલીઓને ગાયોને લાડવા ખવડાવ્યા બાદ ઘરે જવાનો અનુરોધ કરવામાં આવશે.

રસ્તે રખડતા શ્વાનોને ૧૦૦૦ નંગ રોટલી તેમજ ૫૦ લીટર દૂધનો પ્રસાદ પણ આ જ શુભ દિવસે જમાડવામાં આવશે. આ કાર્ય તા.૧૩નાં રોજ ૨૦૧ કીલો ઘઉંના લોટનાં લાડવા એરપોર્ટ ફાટક પાસે, રેષકોર્ષ પાર્કમાં આવેલા વિરમેશ્વર મહાદેવ મંદિર ખાતે બપોરે ૩ થી સાંજે ૫ સુધી યોજાશે. વધુ વિગતો માટે દોલતસિંહ ચૌહાણ મો.૮૯૮૦૫ ૦૧૫૦૩ ઉપર સંપર્ક કરવો.

કાર્યક્રમને સફળ બનાવવા માટે મિતલ ખેતાણી, વિરાણી સ્કુલનાં આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા સર, કાસુન્દ્રા સર, હીરપરા સર, મનુભાઈ બલદેવ, અલ્કાબેન ખગ્રામ, પારસભાઈ મોદી, હેમાબેન મોદી, મનસુખભાઈ કણસાગરા, ભીમભાઈ સગપરીયા, માંડણભાઈ ભરવાડ, અંકુરભાઈ ગણાત્રા, ચીરાગભાઈ ધામેચા, જયોતીબા ચૌહાણ, રાજુભાઈ પટેલ, ભરતભાઈ બોરડીયા, અલ્કાબેન બોરડીયા, આરતીબેન દોશી, હેતલબેન મહેતા, હીમાશુભાઈ ચીનોય વગેરે કાર્યકરો જહેમત ઉઠાવી રહયા છે.(૩૦.૯)

(4:02 pm IST)