Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

મારવાડી યુનિવર્સીટીમાં ભારતમાં પ્રથમ V-LABS બુટ કેમ્પ યોજાયો

રાજકોટઃ મારવાડી યુનિવર્સીટી તેના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને ઉચ્ચ અને ઉત્કૃષ્ઠ શિક્ષણ ઉપરાંત તેના વ્યકિતગત ડેવલપમેન્ટમાં ઉપયોગી થઇ શકે એવા વિષયોનું જ્ઞાન મળે તે માટે આયોજનો માટે જાણીતી છે. મારવાડીયુનીવર્સીટી, ગુજકોસ- ગુજરાત કાઉન્સેલિંગ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી-ગુજરાત સરકાર અને IIT Bombayના સંયુકત ઉપક્રમે ભારતના સર્વ પ્રથમ V-LABS બુટ કેમ્પના નામે ૫ દિવસીય ટૂંકા ગાળાના તાલીમ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. ભારત સરકારના માનવ સંશાધન અને વિકાસ મંત્રાલય દ્વારા આગ્રહિત (એમએચઆરડી) દ્વારા હાથ ધરવામાં આવતી માહિતી અને સંચાર અને ટેકનોલોજી (એન.એમ.ઇ.આઇ.સી.ટી) દ્વારા રાષ્ટ્રીય મિશન પર એક મહત્વાકાંક્ષી યોજના છે. મારાવડી યુનીવર્સીટી રાજકોટ ખાતે  બુટ કેમ્પના નામે ટૂંકા ગાળાના તાલીમ પ્રોગ્રામ, V-LABS ના એક ભાગ રૂપે ૫ ફેબ્રુ.૨૦૧૮ થી ૫ દિવસના સમયગાળા માટે ચાલી રહ્યો છે જે ૯ ફેબ્રુ.૨૦૧૮ના પૂર્ણ થશે. કાર્યક્રમમાં આશરે ૧૦૦ થી વિદ્યાર્થીઓએ અને પ્રાધ્યાપકો કે ભાગ લીધેલ છે જેમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી બંને પ્રોગ્રામરો, નોન પ્રોગ્રામર્સ અને ઉભરતા પ્રોગ્રામરોનો સમાવેશ થાય છે, મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં સાંગલી, પૂણે, ઔરંગાબાદ, અમદાવાદ, દિલ્હી, મુંબઇ, ઇન્દોર અને સૌરાષ્ટ્ર પ્રદેશના પ્રાધ્યાપકો પધારેલ છે. અને તેઓ વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ લેબ્સ બનાવવા માટે માર્ગદર્શન પુરૂ પાડવામાં મદદ કરશે.(૧.૧૨)

(4:02 pm IST)