Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

૫૧ સાધુ સમાજની અને ૧૦૧ સર્વજ્ઞાતિ દિકરીઓના

બાલાજી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એપ્રિલમાં સમુહ લગ્નઃ ૧૫૨ નવદંપતિ પ્રભુતામાં પગલા પાડશે

રાજકોટઃ તા.૧૦, શ્રી બાલાજી એજયુંકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજીત અને મોરારીબાપુના આશીષથી ૧૫૦ દિકરીઓના લગ્નોત્સવનું આયોજન કરાયું છે. જેમા સાધુસમાજની ૫૧ દિકરીઓ તેમજ સર્વજ્ઞાતિની ૧૦૧ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે. દિકરીઓને ૧૫૨ નાની મોટી ચીજવસ્તુઓ આપવામાં આવશે.

 આ સમુહ લગ્નોત્સવ તા.૧૫ એપ્રીલના  રવિવારે રાજકોટના મેદાનમાં યોજાશે.

 આ સમુહ લગ્નોત્સવના ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૮ ફ્રેબુઆરી રાખેલ છે.  આયોજનમાં જીગ્નેશભાઇ ગોંડલીયા, અમિત ગોંડલીયા, ચેતન ગોંડલીયા, યોગેશ હરીયાણી, કેશવભાઇ રાઠોડ, હર્ષિતાબેન ગોંડલીયા, હિનાબેન ગોંડલીયા, નયન અનટાળા, અનિલ ચોવટીયા, ભુમિક વેકરીયા, યશ ગોંડલીયા,  પિયુષ ગોંડલીયા, હિરેન ગોંડલીયાએ જહેમત ઉઠાવી રહયા છે. ફોર્મ ભરવા માટે મો. ૯૨૬૫૬ ૮૮૨૩૪, ૭૪૦૫૮ ૮૦૧૮૦, ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪૦.૫)

(3:03 pm IST)