Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

'નીટ' પરીક્ષા અંગે મંગળવારે વિનામુલ્યે સેમીનાર

ધો.૧૧ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ માટે લાયન્સ કલબ રાજકોટ પ્રાઇડ દ્વારા આયોજન : નામ નોંધણી ચાલુ

રાજકોટ તા. ૧૦ : સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ  ખાસ કરીને 'નીટ' ના પરીક્ષાર્થીઓની મુંજવણ દુર થાય તે માટે 'લાયન્સ કલબ રાજકોટ પ્રાઇડ' દ્વારા તા. ૧૩ ના મંગળવારે વિનામુલ્યે માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવેલ છે.

આ અંગે વિગતો આપતા આયોજકોએ જણાવેલ કે અત્યારે કોઇપણ ક્ષેત્રે કોમ્પીટીટીવ એકઝામ ફરીજીયાત થઇ ચુકી છે. ડોકટર બનવા માટે હવે નીટની નેશનલ લેવલની એકઝામ ૧૨ સાયન્સ પછી ફરજીયાત છે. આ એકઝામ સીબીએસઅઇ દ્વારા જ લેવાતી હોય સીલેબસ પણ એનઇઇઆરટી પ્રમાણેનો હોય છે.

જેથી તૈયારી કઇ રીતે કરવી તે માટે આ પરીક્ષા આપવા ઇચ્છુક વિદ્યાર્થીઓ મોટી મુંજવણ અનુભવતા હોય છે. આ પરિસ્થિતી ધ્યાને લઇ લાયન્સ કલબ રાજકોટ પ્રાઇડ દ્વારા તા. ૧૩ ના મંગળવારે સાંજે ૪ થી ૬ હેમુ ગઢવી હોલ, મીની ઓડીટોરીયમ ખાતે 'નીટ સોલ્વ ઇઝી' શીર્ષકતળે વિનામુલ્યે સેમીનાર ગોઠવેલ છે.

જેમાં ધો.૧૧ અને ૧૨ સાયન્સ અને નીટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સરળતાથી આ એકઝામ કઇ રીતે પાસ કરીને વધુ માર્કસ લાવી શકે તે સંદર્ભે બીએપીએસ સ્વામીનારાયણ મંદિર કાલાવડરોડના પૂ. અપૂર્વમુનિ સ્વામી તેમજ 'ટોપર્સ ગ્રુપ ટયુશન' ના માર્ગદર્શક મનોજ ઇલાણી માર્ગદર્શન આપશે.

આ ફ્રિ સેમીનારનો લાભ લેવા ઇચ્છુક ધો.૧૧ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવવા મો.૯૦૩૩૯ ૪૦૨૦૩ અથવા મો.૯૬૩૮૮ ૯૮૨૭૭ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં સેમીનારની વિગતો વર્ણવતા જયેશભાઇ પટેલ, ભાવેશ પટેલ, ચેતન વ્યાસ, મનોજ ઇલાણી, ધર્મેશ પીઠવા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૩)

(3:00 pm IST)