Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

સ્વચ્છતા સર્વેક્ષણમાં તંત્રની આબરૂના ચિંથરા ઉડયાઃ લીંબડા ચોકમાં ગંદી નદી વહી

શહેરને સ્વચ્છતામમાં નંબર-૧ બનાવવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા જોરશોરથી પ્રચાર-પ્રસાર થઇ રહ્યા છે. લોકોને જ્યાં-ત્યાં કચરો નહી ફેંકવા અપીલ કરવામાં આવે છે. ગંદકી ફેલાવનારાઓ પાસે દંડ વસુલવામાં આવે છે. આ બધી બાબતોને કારણે શહેરનો સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રતા ક્રમ મળશે તેવો ભ્રમ તંત્રવાહકોને છે કારણ કે 'ખાટલે મોટી ખોટ' એ ઉકતી મુજબ ખુદ મ્યુ. કોર્પોરેશનના ડ્રેનેજ વિભાગના નિંભર તંત્રને કારણે મ્યુ. કોર્પોરેશનના શાસકોની આબરૂના ચિંથરા સરાજાહેર ઉડી રહ્યા છે. તસ્વીરમાં શહેરના હાર્દસમા લીંબડા ચોક વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવાને કારણે ગંદા પાણીની નદી જાહેર રોડ ઉપર વહી રહી છે. આ ગંદા પાણીની નદીથી અસહ્ય દુર્ગંધ ફેલાઇ હતી, જેના કારણે આ વિસ્તારમાં રોષ ફેલાયો છે અને સ્વચ્છતા સર્વેક્ષણ વખતે જ તંત્રની આબરૂ લુંટાઇ હતી. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(2:58 pm IST)