Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

સરકાર પક્ષે દાખલ થયેલા ફોજદારી કેસો પાછા ખેંચવા મંજૂરીઃ કલેકટરે ૧૦પ કેસો પાછા ખેંચયા

રાજકોટ તા. ૧૦: પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ શ્રી તરફથી આજે યોજાનાર રાષ્ટ્રિય લોક અદાલતમાં જિલ્લાની ર૦ જયુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રીની કોર્ટ તરફથી ડોરમેન્ટ ફાઇલે મુકાયેલા રર૦ કેસોી પરત ખેંચવા મંજુરી આપવા સબંધિત પબ્લીક પ્રોસીકયુટરશ્રીઓના અભિપ્રાય સાથે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને દરખાસ્ત રજુ કરવામા઼ આવેલી.

ડોરમેન્ટ ફાઇલ ઉપર એવા કેસો લેવાના હોય છે કે લાંબા સમયથી પડતર હોય જિલ્લાની કોર્ટોમાં ૧૯૮૬ની સાલથી એટલે કે ૩ર વર્ષથી પડતર હોય તેવા કેસો પણ નિકાલ બાકી કેસો તરીકે બોલતાં હતાં.

કોર્ટ તરફથી ડોરમેન્ટ ફાઇલે એવા કેસો લેવામાં આવે છે કે જેમાં લાંબા સમયથી જામીનદાર કે આરોપીને સમન્સ બજતા ન હોય, જામીનદાર કે આરોપી અવસાન પામેલ હોય, તેમના સરનામાનો પતો ન હોય અને જુગારધાર અને પ્રોહીબીશન એકટ હેઠળના તેમજ રૂ. ર૦૦૦/- સુધીના ચોરીના કેસો અને રૂ. પ૦૦૦/- સુધીનો દારૂનો જથ્થો પકડાયેલ હોય, જાહેરનામાના ભંગ સબબના, મુંબઇ પોલીસ અધિનિયમ-૧૩પ હેઠળના કેસો, મોટર વ્હીકલ એકટ હેઠળના એટલે કે ગફલતભરી રીતે વાહન ચલાવી ઇજા પહોંચાડવા જેવા કેસોમાં આરોપીઓ લાંબા સમયથી મળી આવતાં ન હોય આરોપીઓ પરપ્રાંતિય હોય અને મળી આવતાં ન હોય તેવા કેસો તેમજ આઇ.પી.સી. હેઠળ હળવી સજાને પાત્ર હોય તેવા કેસો ડરોમેન્ટ ફાઇલ ઉપર લેવામાં આવે છે.

ડોરમેન્ટ ફાઇલ ઉપર લેવાયેલ જુના કેસોના કારણે કોર્ટનું કાર્યભારણ વધે છે તાકીદે ચલાવવા પાત્ર કેસોના નિકાલમાં વિલંબ થાય છે તે નિવારવા આવા ડોરમેન્ટ ફાઇલ ઉપર લેવાયેલા કેસો સબંધિત આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટરશ્રીઓના અભિપ્રાય મેળવી પરત ખેંચવાની મંજુરી આપવાના અધિકાર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના છે. જેથી કોર્ટ તરફથી રજુ થયેલ રર૦ કેસો પૈકી લાંબા સમયથી પડતર ૧૦પ કેસો આજની અદાલતમાં પરત ખેંચવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા કલેકટર રાજકોટ તરફથી આપવામાં આવેલ છે. (૭.૩૬)

(2:57 pm IST)
  • મૈક્સિકોમાં ભૂકંપનો આંચકો : પશ્ચિમી પ્રશાંત કાંઠે 5,8ની તીવ્રતાનો ભૂકંપ : જલિસકો અને કોલીમાં રાજ્યની સીમા નજીક કિનારાથી 30 કી, મી, દૂર કેન્દ્રબિંદુ : નુકશાનના કોઈ અહેવાલ નથી access_time 9:22 am IST

  • રાજસ્થાનના ભીલવાડામાં હલવો ખાધા બાદ પાંચના મોત : ત્રણ ગંભીર : હોસ્પિટલમાં ખસેડાયા : ફૂડ પોઇઝનની અસર : હલવામાં કોઈ ઝેરી પ્રદાર્થ પડ્યો કે કેમ ? તપાસ શરૂ : એક ઘરમાં હળવો ખાધા બાદ તબિયત બગડી : ભીલવાડાના ભૂટેલમાં બનાવ access_time 9:23 am IST

  • સુનાવણીના સીધા પ્રસારણ કરવા અરજી મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ : બંધારણીય અને મહત્વના રાષ્ટ્રીય મામલાની સુનાવણીનું સીધું પ્રસારણ કરવાની અરજીમાં કેન્દ્રને પોતાનો પક્ષ જણાવવા સુપ્રીમ કોર્ટે કહ્યું access_time 9:23 am IST