Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

લઘુરૂદ્રી- ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો

ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ દ્વારા દાળેશ્વર મંદિરે મહાશિવરાત્રી ઉજવાશે

રાજકોટ,તા.૧૦: શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ શ્રી દાળેશ્વર સેવા મંડળ ટ્રસ્ટ (દાળીયા)નાં પ્રમુખ અનંતભાઈ જી.ભટ્ટ, પ્રફુલભાઈ જોષી સયુંકત યાદીમાં જણાવે છે કે તા.૧૩ મંગળવારે  મહાશિવરાત્રીએ ગોંડલ તાલુકામાં આવેલ દાળીયા ગામે દાળેશ્વર મહાદેવનાં મંદિરે ચીભડીયા બ્રહ્મ સમાજના ભાઈઓ વ્હેલી સવારે પાઠત્માત્ક લઘુરૂદ્રી અને ત્યારબાદ સવારે ૧૦ વાગ્યે દાળેશ્વર મંદિર ખાતે ધ્વજારોહણ ધાર્મિક વાતાવરણમાં થશે.

 

આ પવિત્ર મહાશિવરાત્રી પર્વની ઉજવણીમાં ચીભડીયા બ્રહ્મ સમાજ મોટી સંખ્યામાં જોડાવવા અપીલ કરાઈ છે. દાળીયાગામ દાળેશ્વર મંદિરે આવવા જવા ગોંડલથી તેમજ રાજકોટની એસ.ટી.બસની સુવીધા છે. વાયા રીબડાગામ થઈને પહોંચી શકાશે. વધુ વિગત સંપર્ક અનંતભાઈ જી.ભટ્ટ મો.૯૮૨૫૦ ૭૮૧૩૧ કરવા યાદીમાં જણાવે છે.

(2:57 pm IST)
  • ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન રદ્દ કરવાનો ચુકાદો આપનાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયામૂર્તિને સુપ્રિમ કોર્ટમાં પદોન્નતિ માટે મોદી સરકારે મંજૂરીનો ઈન્કાર કર્યો!! access_time 11:45 am IST

  • ફેહકુલ્વાયોની સિક્સર સાથે સાઉથ આફ્રિકાએ ચોથો વનડે 5 વિકેટે ભારત સામે જીતી લીધો : મેચમાં શીખર ધવનની નોંધાઈ જબરદસ્ત સદી : ભારતે આપેલ ૨૮ ઓવરમાં ૨૦૨ રનનો ટાર્ગેટ સાઉથ આફ્રિકાએ સરળતાથી પાર પાડ્યો : ભારત હજુ પણ સીરીઝમાં ૩-1થી આગળ access_time 1:56 am IST

  • મહિસાગરમાં ડમ્પીંગ યાર્ડ સામે ગ્રામજનોનો વિરોધઃ પોલીસ સાથે ઘર્ષણ થતા ટીયરગેસ છોડાયોઃ બાલાસિનોર નજીક ડમ્પીંગ યાર્ડનું કામ શરૂ થતા ગ્રામજનોના ટોળા દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન : ડીવાયએસપી પી.આઈ. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો : ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ : ટોળાને કાબુમાં લેવા ટીયરગેસના ૩ સેલ છોડવામાં આવ્યા access_time 5:48 pm IST