Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

રાજકોટમાં ૧પ હજાર કેસોની મેગા લોક અદાલત યોજાઇ

લોક અદાલતના માધ્યમથી પક્ષકારોના કેસોનો ઝડપી નિકાલ થાય છેઃ મુખ્ય સેશન્સ જ્જ આર.કે.દેસાઇઃ અકસ્માત વળતરના કેસોમાં લાખોનું વળતર અપાયુઃ બેંક-જીઇબી-મ્યુનિ.ના કેસોમાં લાખોની રીકવરી કરાઇ

રાજકોટઃ આજે યોજાયેલલ લોક અદાલતમાં મોટી સંખ્યામાં પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા. જયારે બાર એસો.ના પ્રમુખ સંજયભાઇ વ્યાસ, સેક્રેટરી મનીષભાઇ ખખ્ખર, રાજેશ મહેતા, વિપુલલ કક્કડ વિગેરે પણ પક્ષકારોને સમજાવી તેમના કેસોનો નિકાલ કરવામાં મદદ કરી હતી.

રાજકોટ તા.૧૦ : રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજે રાજકોટ શહેર અને જીલ્લા કક્ષાની મેગા રાષ્ટ્રીય સ્તરની લોક અદાલતમાં યોજાઇ હતી.

આજે સવારના ૧૦-૩૦ કલાકે રાજકોટ જીલ્લાના મુખ્ય પ્રિન્સીપાલ સેશન્સ જ્જ શ્રી આર.કે.દેસાઇએ ઉદ્દઘાટન કરીને લોક અદાલતને ખુલ્લી મુકતા જણાવેલ કે, લોક અદાલતના માધ્યમથી પક્ષકારોના કેસોનો ઝડપી નિકાલ થાય છે. પક્ષકારોના કેસોમાં મધ્યસ્થીઓ દ્વારા સમજાવટ કરવામાં આવતી હોય કોઇની હાર નહિ, કોઇની જીત નહિ તેવા શુભ સુમેળથી પક્ષકારોના કેસોની પતાવટ કરવામાં આવે છે. આજના ઝડપી યુગમાં લોક અદાલતનું માધ્યમ શ્રેષ્ઠ સાબીત થઇ રહ્યુ છે.

આ પ્રસંગે મુખ્ય સેસન્સ જ્જશ્રી આર.કે.દેસાઇ સાથે રાજકોટના એડી.સેસન્સ જ્જો જેમાં કોમર્શીયલ કોર્ટના જ્જ જે.એલ.ઓડેદરા, એમ.એમ.બાબી, ડી.ડી.ઠક્કર, એચ.આર.રાવલ, પી.પી.પુરોહિત, એચ.એસ.બ્રહ્મભટ્ટ, ડી.પી.પુજારા, પી.સતીષકુમાર, શ્રી પરમાર તથા રાજકોટ જીલ્લા કાનૂની સતા મંડળના પુર્ણકાલીન સચિવ શ્રી આર.કે.મોઢ ઉપસ્થિત રહ્યા હતા.

આજથી આ લોક અદાલતમાં રાજકોટ શહેર, તાલુકા અને જીલ્લા કક્ષાએ મળીને કુલ ૧પ હજાર જેટલા કેસો નિકાલ અર્થે મુકાયા હતા. જેમાં ફોજદારી કેસોમાં દારૂ, જુગાર, ભરણપોષણ, ચેક રિટર્ન પતિ-પત્નિ વચ્ચેના લગ્ન વિષયક તેમજ સિવિલ કેસો ઉપરાંત જીઇબી રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના કર વસુલાત તેમજ અકસ્માત વળતરના કલેઇમ કેસો તેમજ બેંકોના કેસોનો સમાવેશ થાય છે. અકસ્માત વળતરના કેસોમાં લાખોનું વળતર મંજુર કરાયુ હતુ.

આ લખાય છે ત્યારે પ્રથમ બે કલાકમાં મજાની માહિતી મુજબ ર૦ ટકાથી વધુ કેસોનો નિકાલ કરાયાનું જાણવા મળે છે. તેમાં મ્યુનિ. કોર્પો. તેમજ જીઇબીના લેણાના કેસોમાં પણ મોટી રકમની રીકવરી થયાનું જાણવા મળે છે.

આજની આ લોક અદાલતમાં રાજકોટ બાર એસો.ના પ્રમુખ સંજયભાઇ વ્યાસ, સેક્રેટરી મનીષભાઇ ખખ્ખર ઉપરાંત કલેઇમ પ્રેકટીશનર્સ તેમજ વિમા કંપનીઓના વકીલોમાં સર્વશ્રી હિંમતભાઇ સાયાણી, ડી.આર.ચૌધરી, પી.આર.દેસાઇ, એન.આર.શાહ, વિનોદભાઇ ગોસલીયા, સુનિલભાઇ મોઢા, જે.જે.ત્રિવેદી, અશ્વિન ખોખર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આજે રાજકોટ ઉપરાંત ગોંડલ, જસદણ, જેતપુર, ઉપલેટા, ધોરાજી ખાતે પણ લોક અદાલત યોજાયાનું જાણવા મળે છે.(૩-

(2:56 pm IST)
  • ફેહકુલ્વાયોની સિક્સર સાથે સાઉથ આફ્રિકાએ ચોથો વનડે 5 વિકેટે ભારત સામે જીતી લીધો : મેચમાં શીખર ધવનની નોંધાઈ જબરદસ્ત સદી : ભારતે આપેલ ૨૮ ઓવરમાં ૨૦૨ રનનો ટાર્ગેટ સાઉથ આફ્રિકાએ સરળતાથી પાર પાડ્યો : ભારત હજુ પણ સીરીઝમાં ૩-1થી આગળ access_time 1:56 am IST

  • રાજૂલા, જાફરાબાદ અને ટીંબીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો : આસપાસના 10થી વધુ ગામડાંમાં ભૂકંપની અસર જોવા મળી : અનેક વિસ્તારોમાં મકાનોમાં તિરાડો પડી access_time 4:41 pm IST

  • સીરિયાએ ઇઝરાયલનું ફાઇટર જેટ હવામાજ ફૂકી માર્યું : વળતા જવાબમાં ઇઝરાયેલે સીરિયા પર મોટા પાયે હવાઈ હુમલા શરૂ કર્યા : ઇઝરાયલના લશ્કરી પ્રવક્તા જોનાથન કોનરીક્સ અનુસાર દમાસ્કસની નજીકના ચાર ઈરાનિયન લક્ષ્યાંકો ઇઝરાયલે ફૂંકી માર્યા છે. access_time 7:35 pm IST