News of Saturday, 10th February 2018

કુવાડવાના શિવરાજ ભરવાડ અને મિત્રો પર રાજકોટમાં સશસ્ત્ર હુમલોઃ પગ ભાંગી નાંખ્યો-કારમાં તોડફોડ

ભગવતીપરાના ગોૈરાંગગીરી, તેનો ભાઇ રાહુલગીરી અને દસ અજાણ્યા શખ્સોની શોધખોળ : ચારેક દિવસ પહેલા ગામની એક દિકરીને બાવાજી શખ્સ કારમાં લઇ ગયો'તોઃ આ વાત ભરવાડ યુવાને દિકરીના પિતાને કરતાં ખાર રાખી હુમલો

જેમાં તોડફોડ થઇ તે કાર અને હુમલામાં જેનો પગ ભાંગી નંખાયો તે ભરવાડ યુવાન શિવરાજ લામકા (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૦: કુવાડવા રહેતાં ભરવાડ યુવાને ચાર-પાંચ દિવસ પહેલા રાજકોટના બાવાજી શખ્સને પોતાના ગામની એક દિકરીને ગાડીમાં બેસાડીને જતાંજોયો હોઇ તે બાબતે દિકરીના પિતાને જાણ કરી દેતાં તેનો ખાર રાખી આ યુવાનને સાંજે બાવાજી શખ્સ સહિત દસેક શખ્સોએ યાજ્ઞિક રોડ ડો. હોમી દસ્તુર માર્ગ ઉપર પર્લ હોસ્પિટલ પાસે આંતરી પાઇપ-ધોકાથી માર મારી પગ ભાંગી નાંખતાં તેમજ ગાડીમાંધોકા ફટકારી નુકસાન કરતાં પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બનાવ અંગે કુવાડવામાં સિવિલ હોસ્પિટલ પાછળ રહેતાં અને એબીસી મિનરલ વોટર નામે ધંધો કરતાં શિવરાજ કાનાભાઇ લામકા (મોટાભાઇ ભરવાડ) (ઉ.૨૯)ની ફરિયાદ પરથી ભગવતીપરાના ગોૈરાંગગીરી અરવિંદગીરી ગોસ્વામી, તેના ભાઇ રાહુલગીરી અરવિંદગીરી તથા બીજા આઠ-દસ અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૧૪૩, ૧૪૮, ૧૪૯, ૩૨૬, ૫૦૪, ૪૨૭, ૩૭ (૧) ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

શિવરાજે જણાવ્યું હતું કે હું શુક્રવારે સાંજે મારા મિત્ર વિશાલ અનંતરાય દેસાણીને પર્લ હોસ્પિટલમાં બતાવવાનું હોઇ તેને તથા બીજા મિત્ર ભગીરથસિંહ ઝાલાને લઇ વિશાલની મહીન્દ્ર ટીયુવી ગાડી જીજે૩એચપી-૬૨૧૧ લઇને રાજકોટ આવ્યા હતાં. સાંજે સાડા સાતેક વાગ્યે અમે ડો. હોમી દસ્તુર માર્ગ પર હોસ્પિટલથી બહાર નીકળી અમારી કારમાં બેઠા ત્યારે ગોૈરાંગીગીર, તેનો ભાઇ રાહુલગીરી અને બીજા આઠ-દસ જણા આવ્યા હતાં અને ગોૈરાંગગીરીએ મને નીચે ઉતરવાનું કહેતાં મેં ના પાડતાં બીજા શખ્સોને બોલાવેલ અને છરી-પાઇપ-ધોકાથી ગાડીમાં તોડફોડ શરૂ કરી હતી. હું અને મિત્રો નીચે ઉતરતાં હુમલો થયો હતો. મને માથા, પગમાં લોહી નીકળવા માંડતાં દેકારો થતાં આ બધા ભાગી ગયા હતાં. સિવિલમાં દાખલ થતાં મારા જમણા પગમાં ફ્રેકચર થયાનું નિદાન થયું હતું.

શિવરાજે વધુમાં જણાવ્યું હતું કે હુમલાનું કારણ એવું છે કે ચારેક દિવસ પહેલા અરવિંદગીરી અમારા ગામની એક દિકરીને કારમાં બેસાડીને લઇ ગયો હતો. આ વાત મેં દિકરીના પિતાને કરી દેતાં તેનો ખાર રાખી મને તથા મિત્રોને રાજકોટમાં આંતરી હુમલો કરી અમારી કારમાં પણ તોડફોડ કરી હતી.

એ-ડિવીઝનના પી.એસ.આઇ. એ. જી. અંબાસણાએ હુમલો કરી ભાગેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

(12:39 pm IST)
  • અમિત શાહની મુલાકાત દરમિયાન સુરક્ષા માટે હરિયાણા સરકારે કેન્દ્ર પાસે ૧૫૦ CRPFની કંપનીઓ માંગી : જાટ સમુદાયના વિરોધનો ડર? access_time 12:31 pm IST

  • જયપુરના જિલ્લા જજ ગજાનંદ શર્મા લાપતા : સવારથી ઘરેથી ગુમ : રાત સુધી કોઈ પતો નહીં લાગતા પરિવારજનોએ પોલીસમાં રિપોર્ટ કર્યો : પોલીસે કેટલાય સ્થળોએ કરી તપાસ access_time 9:23 am IST

  • સુનાવણીના સીધા પ્રસારણ કરવા અરજી મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ : બંધારણીય અને મહત્વના રાષ્ટ્રીય મામલાની સુનાવણીનું સીધું પ્રસારણ કરવાની અરજીમાં કેન્દ્રને પોતાનો પક્ષ જણાવવા સુપ્રીમ કોર્ટે કહ્યું access_time 9:23 am IST