Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

શાંતિનગરમાં ૪ માસનો સુંદર સુતા બાદ ઉઠ્યો જ નહિ

લાડકવાયો ગુમાવનાર નેપાળી દંપતિ શોકમાં ગરક

રાજકોટ તા. ૧૦: યુનિવર્સિટી રોડ પર શાંતિનગર મફતીયાપરામાં રહેતાં અને કારખાનામાં મજૂરી કરી ગુજરાન ચલાવતાં મુળ નેપાળના જગતસિંગ રતનસિંગ લાહોરનો દિકરો સુંદર (ઉ.૪ માસ) રાત્રે સુતા બાદ સવારે ન ઉઠતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે તેને નિષ્પ્રાણ જાહેર કર્યો હતો.

બિમારીથી મોત થયાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. મૃતક સુંદર બે બહેનનો એક જ ભાઇ હતો. બનાવથી નેપાળી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(12:40 pm IST)