Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

લોધીકા પાસે હનીટ્રેપમાં પકડાયેલ રાજકોટની યુવતી સહિત શખ્સો ૩ દિ'ના રીમાન્ડ પર

નગરપીપળીયા સિવાય અન્ય કોઇ જગ્યાએ તોડ કર્યો છે કે કેમ ? તે અંગે તપાસ

રાજકોટ, તા. ૧૦ : લોધીકાના નગરપીપળીયાના કાકા-ભત્રીજાને હનીટ્રેપમાં ફસાવી તોડનો કારસો રચનાર રાજકોટની યુવતી સીહત ૬ શખ્સોને કોર્ટે ત્રણ દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ લોધીકાના નગરપીપળીયાના ગામે રહેતા ગોરધનભાઇ ચનાભાઇ તારપરાના ભત્રીજા દિનેશની સગાઇ કરવાની હોય સગાઇના બહાને આ કાકા-ભત્રીજાને હનીટ્રેપમાં ફસાવી ૪.૭પ લાખનો તોડનો પ્રયાસ કરનાર રણજીત રતીભાઇ મકવાણા રહે. સત્યમ પાર્ક જકાત નાકા પાસે રાજકોટ તથા જયપાલસિંહ વનરાજસિંહ જાડેજા રે. રેલનગર શેરી નં.ર, પોપટપરા રાજકોટ  મૂળ રે. લુણીવાવ તા. ગોંડલ (નકલી પોલીસની ઓળખ આપનાર) તેમજ આ ટોળકીના મુખ્ય સૂત્રધાર રમેશ લખમણભાઇ રામાણી રહે. નગરપીપળીયા, મનસુખ કુરજીભાઇ લીંબાસીયા, નિવૃત પીએસઆઇનો પુત્ર વિજયસિંહ રણજીતસિંહ મકવાણા રજપૂત રે. પોપટપરા-૧૧, રાજકોટ અને ફાલ્ગુની દિલીપભાઇ જોબનપુત્રા રે. જંકશન પ્લોટ ૧પ/ર રેલ્વે સ્ટેશન પાસે રાજકોટને લોધીકાના પીએસઆઇ હર્ષાબેન પી. ગઢવી તથા સ્ટાફે ઝડપી લઇ ગઇકાલે ધરપકડ કરી હતી.

હનીટ્રેપ કરતા પકડાયેલ ઉકત તમામને રીમાન્ડની માંગણી સાથે ગઇકાલે કોર્ટમાં રજુ કરાતા કોર્ટે ત્રણ દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો.

તપાસનીશ અધિકારી હર્ષાબને પી. ગઢવીએ જણાવ્યું હતું કે, આ ટોળકીએ નગરપીપળીયા સિવાય અન્ય કોઇને હનીટ્રેપમાં ફસાવી તોડ કર્યા છે કેમ ? તે અંગે તમામની પૂછતાછ હાથ ધરાઇ છે તેમજ તમામ શખ્સોના ગુન્હાહિત ઇતિહાસ અંગે પણ તપાસ હાથ ધરાઇ છે.

(11:50 am IST)
  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરૂદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો : અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 9:22 am IST

  • ફિલ્મ મણીકર્ણિકાના નિર્માતાઓને મળી મોટી રાહત : બ્રાહ્મણ સમાજે ફિલ્મનો વિરોધ પાછો ખેંચ્યો : 5 ફેબ્રુઆરીના રોજ બ્રાહ્મણ સમાજએ કંગના રનૌતની આગામી ફિલ્મ 'મણીકર્ણિકા' સામે ઈતિહાસમાં ચેડાં કરવાનો દાવો કરીને વિરોધ કર્યો હતો : ફિલ્મ નિર્માતાઓનું આશ્વાશન મળ્યા બાદ બ્રાહ્મણ સમાજે પોતાનો વિરોધ પાછો લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે access_time 12:46 am IST

  • અમિત શાહની મુલાકાત દરમિયાન સુરક્ષા માટે હરિયાણા સરકારે કેન્દ્ર પાસે ૧૫૦ CRPFની કંપનીઓ માંગી : જાટ સમુદાયના વિરોધનો ડર? access_time 12:31 pm IST