Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

રૈયાધારમાં ભીલ યુવાનને પેટમાં પાણકો મારી નામીચા દેવીપૂજક ભાઇઓએ પતાવી દીધોઃ બંને આરોપી ઝડપાયા

શિવપરાના રવિ પરમાર (ઉ.૩૦)ને તું અહિ કેમ આવ્યો? કેમ સામે જોવે છે?... કહી ઢાળી દેવાયોઃ પરિવારમાં કલ્પાંતઃ હત્યારા રાજેશ બીજલ ભોણીયા (દેવીપૂજક) અને તેના પિત્રાઇ વીરૂ ઉર્ફ ઉડીયો કાકુ ભોણીયાને યુનિવર્સિટી પોલીસે દબોચ્યાઃ રાજેશ બીજલ અગાઉ બે હત્યા કરી ચુકયો છે

રવિનો નિષ્પ્રાણ દેહ, હનુમાન મઢી પાછળ શિવપરામાં આવેલા તેના મકાને શોકમય માતા સહિતના સ્વજનો, મોટાભાઇ રાજેશભાઇ પરમાર અને ઇન્સેટમાં રવિનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

આ છે બંને આરોપી રાજેશ અને વિરૂ

રાજકોટ તા. ૧૦: ગઇકાલે એક જ દિવસમાં હત્યાની બીજી ઘટના બની હતી. રૈયા રોડ હનુમાન મઢી પાછળ શિવપરા-૫માં રહેતાં અને કલર કામ કરી ગુજરાન ચલાવતાં રવિ પ્રવિણભાઇ પરમાર (ઉ.૩૦) નામના ભીલ યુવાનને તે સાંજે સાડા સાતેક વાગ્યે રૈયાધારમાં ભુપતભાઇ દિપસિંગભાઇની દૂકાન આગળ રામદેવપીર ચોક નજીક હતો ત્યારે અહિ જ રહેતાં નામીચા રાજેશ બીજલ ભોણીયા (દેવીપૂજક) અને કીટીપરામાં રહેતાં તેના પિત્રાઇ ભાઇ વીરૂ ઉર્ફ ઉઢીયો કાકુભાઇ ભોણીયાએ પેટના ભાગે પાણકો મારી પતાવી દેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી રાતોરાત બંનેને સકંજામાં લીધા છે. રવિ રૈયાધારમાં કામ સબબ ગયો હોઇ બંનેએ 'તું અહિ શું કામ આવ્યો? સામુ કેમ જોવે છે?' કહી ઢીકા-પાટુ મારવામાં આવ્યા બાદ પાણકો ફટકારી પતાવી દેવાયો હતો. હત્યારો રાજેશ અગાઉ પણ ત્રણ-ત્રણ હત્યા કરી ચુકયો છે.

સાંજે હત્યાનો બનાવ બન્યાની જાણ થતાં યુનિવર્સિટીના પી.આઇ. એમ.ડી. ચંદ્રવાડીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ ચુડાસમા તેમજ ડી. સ્ટાફના પી.એસ.આઇ. કડછા, હરેશભાઇ પરમાર, ગિરીરાજસિંહ જાડેજા, અમીનભાઇ, રવિરાજસિંહ જાડેજા સહિતનો કાફલો દોડી ગયો હતો. પોલીસે તપાસ કરતાં હત્યાનો ભોગ બનનાર યુવાન શિવપરામાં રહેતો રવિ પરમાર (ભીલ) હોવાનું સ્પષ્ટ થતાં તેના મોટા ભાઇ રાજેશભાઇ (રાજૂભાઇ) પ્રવિણભાઇ પરમાર (ભીલ) (ઉ.૩૨)ની ફરિયાદ પરથી બે દેવીપૂજક શખ્સો રાજેશ બીજલ ભોણીયા તથા તેના પિત્રાઇ વિરૂ ઉર્ફ ઉઢીયો કાકુભાઇ ભોણીયા તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા એટ્રોસીટી, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી રાજેશ અને વિરૂને ઉઠાવી લઇ પુછતાછ કરી હતી.

રાજેશભાઇ પરમારના કહેવા મુજબ અમે બે ભાઇ અને ત્રણ બહેનો છીએ. જેમાં સોૈથી મોટા હેતલબેન, એ પછી હીનાબેન, ત્રીજા નંબરે હું, ચોથા નંબરે લીલાબેન અને રવિ સોૈથી નાનો હતો. હું મવડી અશોક ગાર્ડન પાસે કારખાનામાં મજૂરી કરુ છું. જ્યારે નાનો ભાઇ રવિ કુંવારો હતો અને તે કલરકામ કરતો હતો. શુક્રવારે સાંજે પાંચેક વાગ્યે અમે બંને ભાઇઓ ઘરે હતાં. બાદમાં તે રૈયાધારમાં કામ છે તેમ કહી નીકળ્યો હતો. એ પછી આઠેક વાગ્યે મારા મિત્ર લાલાએ ફોન કરી જણાવેલ કે તમે હોસ્પિટલે આવો રવિને લાગી ગયું છે. હું હોસ્પિટલે આવ્યો ત્યારે મારા ભાઇનું મોત થઇ ગયાનું ડોકટરે કહ્યું હતું.

મેં લાલાને અને તેની સાથેના ભૂપતભાઇને પુછતાં બંનેએ કહેલ કે તમારો ભાઇ રવિભાઇ રૈયાધારમાં અમારી દૂકાન પાસે હતો ત્યારે રાજેશ બીજલ દેવીપૂજક અને તેના ભાઇ વીરૂ ઉર્ફ ઉઢીયાએ 'તું કેમ અમારા ઘર પાસે આવ્યો? સામે કેમ જોવે છે?' તેમ કહી ઝઘડો કરી તમારા ભાઇને પહેલા ઢીકા-પાટુનો માર માર્યો હતો અને તે પડી ગયા બાદ રાજેશ બીજલે મોટો પાણકો ઉપાડી માથામાં મારી દીધો હતો. માણસો ભેગા થઇ જતાં રાજેશ બીજલ અને વીરૂ ભાગી ગયા હતાં. તમારો ભાઇ કંઇ બોલતો ન હોઇ અમે ૧૦૮ બોલાવી હતી અને સિવિલે લાવ્યા હતાં.

પોલીસે ઉપરોકત ફરિયાદને આધારે દોડધામ કરી રાત્રે જ બે મુખ્ય આરોપીને ઉઠાવી લઇ પુછતાછ કરી હતી. રાજેશ બીજલે અગાઉ ૧૯૯૯માં જંકશનમાં સલમા રમેશભાઇ લોરીયાની અને આજથી ત્રણ વર્ષ અગાઉ પોતાની પત્નિ ભાવનાની ડાકોર ખાતે હત્યા કરી ચુકયો છે.  જુદા-જુદા હત્યાના ગુના આચરી ચુકયો છે. સામુ જોવા જેવી બાબતે તેણે રવિની હત્યા નિપજાવી હતી.

હત્યાનો ભોગ બનનાર બે ભાઇ અને ત્રણ બહેનમાં નાનો તથા કુંવારો હતોઃ

વૃધ્ધ માતા-ભાઇ સહિતના સ્વજનો શોકમાં ગરક

. હત્યાનો ભોગ બનેલો રવિ પરમાર (ભીલ) બે ભાઇ અને ત્રણ બહેનમાં નાનો તથા અપિરિણીત હતો. તેના પિતા હયાત નથી. માતાનું નામ પારૂલબેન છે. રવિની હત્યાથી વૃધ્ધ માતા, ભાઇ, ભાભી સહિતના સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે

(3:02 pm IST)
  • સીરિયાએ ઇઝરાયલનું ફાઇટર જેટ હવામાજ ફૂકી માર્યું : વળતા જવાબમાં ઇઝરાયેલે સીરિયા પર મોટા પાયે હવાઈ હુમલા શરૂ કર્યા : ઇઝરાયલના લશ્કરી પ્રવક્તા જોનાથન કોનરીક્સ અનુસાર દમાસ્કસની નજીકના ચાર ઈરાનિયન લક્ષ્યાંકો ઇઝરાયલે ફૂંકી માર્યા છે. access_time 7:35 pm IST

  • ભારત અને પેલેસ્ટાઈન વચ્ચે છ કરારો થયાઃ પેલેસ્ટાઈનની મુલાકાતે ગયેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સન્માન માટે પેલેસ્ટાઈનનો આભાર માન્યો : બંને દેશો વચ્ચે આરોગ્ય, પર્યટન અને રમત-ગમત ક્ષેત્રે કરારો થયા access_time 5:50 pm IST

  • જયપુરના જિલ્લા જજ ગજાનંદ શર્મા લાપતા : સવારથી ઘરેથી ગુમ : રાત સુધી કોઈ પતો નહીં લાગતા પરિવારજનોએ પોલીસમાં રિપોર્ટ કર્યો : પોલીસે કેટલાય સ્થળોએ કરી તપાસ access_time 9:23 am IST