Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

રવિવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે મા ધ્યાન આભાનો સત્કાર સમારોહ

રાજકોટ : ઓશોના સૂત્ર ઉત્સવ આમાર નીતિ આનંદ આમાર ગૌત્ર ને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો ઓશો સન્યાસ ઉત્સવો, ભજન-કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં છેલ્લા ૩ર વર્ષોથી રાત અને દિવસ ખુલ્લુ રહેતું વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે અવાર નવાર ઉજવવામાં આવે છે.

આગામી તા. ૧૧ ને રવિવારે સાંજે ૬ થી ૮-૩૦ દરમ્યાન રાજકોટ પધારેલા ઓશો સન્યાસીની મા ધ્યાન આભાનો સત્કાર સમારોહનું આયોજન કરેલ છે. જેમાં તેઓના સાનિધ્યમાં ઓશો કિર્તન, સંધ્યા સત્સંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મા ધ્યાન આભા તથા સ્વામી અંતર જગદીશ છેલ્લા ૧૩ વર્ષોથી ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર સાથે સંકળાયેલ છે. તેઓના સંચાલનમાં પાંચ ત્રિદિવસીય શિબિરોનું આયોજન પણ કરેલ. તેઓના સાનિધ્યમાં સૌરાષ્ટ્રભરમાં  ર૧ દિવસીય કિર્તન યાત્રા ધર્મ નહી ધાર્મિકતાના વિષય સાથે નિકળેલ. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી અનેક લોકો જોડાયેલ.

હાલમાં મા ધ્યાન આભાએ સિમલામાં આવેલ સલોન સીટીથી ૧૦ કિ. મી.ના અંતરે ઓશો સોઝેત  નામથી ઓશો આશ્રમ બનાવેલ છે. કુરતના સૌન્દર્યમાં અદભુત આશ્રમ બનાવેલ છે. સાધના માટેની અદ્ભુત જગ્યા છે. વારંવાર જવાનું મન થાય તે સિવાય મા ધ્યાન આભાએ ભારતભરમાં તથા વિદેશમાં ૩ થી આઠ દિવસોની અનેક ધ્યાન શિબીરોનું સંચાલન કરેલ છે. મા ધ્યાન આભાની હાલમાં ઓશો વાટીકા ખાતે શિબિર ચાલુ છે.

ઉપરોકત મા ધ્યાન આભાના સત્કાર  સમારોહમાં તથા તેમના સાનિધ્ય મા ધ્યાન કરવા માટે ઓશો સન્યાસી તથા પ્રેમીઓને સહભાગી થવા સ્વામી સત્ય પ્રકાશે અનુરોધ કરેલ છે. સત્કાર સમારોહ બાદ રાત્રે ૮-૩૦ વાગ્યે પ્રસાદ રાખેલ છે.

સ્થળ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી, રાજકોટ

વિશેષ માહિતી :- સ્વામી સત્ય પ્રકાશ મો. ૯૪ર૭ર પ૪ર૭૬,

અશોકભાઇ રાવલ (મોરબી) મો. ૮૪૬૯૭ ૬૦૯૪૭

(4:31 pm IST)