Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

કાલે શનિવારે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૧૯૩મી જન્મજયંતિ

દરેક ધર્મપ્રેમીજનોને એકમંચ પર એકત્રીત કરેલાઃ શિક્ષણક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપેલું

રાજકોટઃ સવંત ૧૮૨૪ મહાવદ ૧૦ના રોજ મોરબી પાસે ટંકારા ગામમાં જમીનદાર ઐદિત્ય બ્રાહ્મણ શ્રી કરશનજી તિવારીને ઘેર મુળનક્ષત્રમાં બાળકનો જન્મ થયો હતો. મુળ નક્ષત્રમાં જન્મ થવાથી બાળકનુંનામ મુળશંકર રાખવામાં આવ્યુ હતું. મુળશંકરના જન્મ સમયે ભારતમાં અંગ્રેજોનું શાસન હતુ અને ભારતીયો ગુલામીની જીંદગી જીવતા હતા તેમજ ભારતની પ્રજામાં કુરિવાજો જેવા કે સતીપ્રથા, માનવ બલીપ્રથા, ગાપવધ, નવજાત બાળકી વધા,  બાળ- વિવાહ, આભડ છેટ વગેરે સમય જતા મુળશંકરમાં સમજણ શકિત આવતા તેમને આવા કુરીવાજોથી મુકિત અપવવા નકકી કર્યું અને ઘર છોડીને સાચી ઈશ્વરની શોધમાં નીકળી પડયા ઘર છોડયા બાદ મુળશંકર દંડી સ્વામી વિરજાનંદ સરસ્વતિ પાસેથી દિક્ષા લીધી અને ''દયાનંદ સરસ્વતિ '' ના નામે ઓળખાયા સ્વામી ધીરજાનંદ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરીને ગુરૂ દક્ષીણામાં માત્ર થોડી લવીંગ આપી, ગુરૂએ આ સંસારને વેદોનો સંદેશ આપવા માટેની ગુરૂદક્ષિણા માગી અને જ્ઞાન ફકત વેદજ આપી શકે તેવી વેદનો પ્રચાર કરવાની આજ્ઞા આપી.

પ્રથમ સ્વાધીનતા સંગ્રામમાં સ્વામી દયાનંદે સર્વે ભારતીયો હિન્દુ, શીખ, મુસ્લીમ, ઈસાઈઓને સંગઠીત કરીને એક મંચ ઉપર એકઠા કરી જુદા-જુદા ધર્મોનો અદ્ભુત સંગમ કરેલ હતો. શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપેલ હતું. જેમાં શિક્ષણમાં સર્વોનો હક છે અને તેમાં નર અને નારી ભગવાનના સંતાન છે. તેથી નારીઓને પણ શિક્ષણ મેળવવાનો હક છે. જેથી મહીલાઓ શિક્ષણથી કેમ વંચીત રહી શકે? તેવું વિચારી મહીલાઓને શિક્ષણ આપવુ અને સમાન હક સાથે આદર આપવો તેમજ આદીવાસી જાતિ, અછુત જાતિના બંધન તોડીને આદીવાસી તથા મહીલાઓ, વનવાસીઓને જનોઈ પહેરાવવાની શરૂઆત કરી.

આર્યસમાજના સ્થાપના શ્રી દયાનંદ સરસ્વતિના હસ્તે સૌ પ્રથમ રાજકોટમાં ઈ.સ.૧૮૭૪ના ૨૮ ડિસેમ્બરના રોજ કરવામાં આવી જે ટુંક સમયમાં બંધ થઈ ગઈ અને ત્યારબાદ ૧૮૭૫માં મુંબઈમાં સ્થાપના કરવામાં આવી અને આર્યસમાજની શાળા સમગ્ર ભારતમાં સ્થપાઈ જે આજદિન  સુધી કાર્યરત છે અને વિસ્તૃત થઈ રહી છે. આર્યસમાજ હાથીખાના રાજકોટ દ્વારા વેદોનો પ્રચાર અર્થે તેમજ વેદ અનુસાર સોળ સંસ્કાર વિધિ કરવામાં આવે છે. જે આ મુજબ છે.

''ગપુસી જાનાણિ અચુક ઉવેસ વિવાસ ચી'' એટલે કે (૧)ગર્ભધાન, (૨)પુસવન, (૩)સીમન્ત, (૪) જાત કર્મ, (૫) નામકરણ, (૬)નિષ્ક્રમણ, (૭) અન્ન પ્રાસન, (૮)ચુડાકર્મ, (૯)કર્ણવેદ, (૧૦)ઉપનાન, (૧૧) વેદારમ્ત્ય, (૧૨) સમાંવર્ત્તન, (૧૩)વિવાહ, (૧૪)વનપ્રસ્થ, (૧૫) સન્યાસ અને (૧૬) અંન્ત્યેષ્ઠિ સંસ્કાર કરવામાં આવે છે.

આર્યસમાજના વિધ્વાન પંડિતજી સ્મશાનમાં જઈ અંન્ત્યેષ્ઠિ સંસ્કાર કરવા આવે છે. જેમાં સંસ્થા તરફથી દાન દક્ષિણા લેવામાં આવતી નથી, મરણ બાદ મરનારના મોક્ષમાટે શાન્તિ કરવામાં આવે છે. માતા-પિતાની હાજરીમાં વિવાહ સંસ્કારવીધી કરવામાં આવે છે. આમ વેદોમાં બતાવેલ ૧૬ સંસ્કાર વિધિ કરી વેદોનો પ્રચાર કરવામાં આવે છે અને વેદો અનુસાર સંસ્કારવિધી કરવામાં આવે છે.

ઈ.સ.૧૮૮૪માં ''દિવાળી'' ના દિવસે અજમેર (રાજસ્થાન)માં મહર્ષિ દયાનંદ સરસ્વતિએ જીંદગીના અંતિમ શ્વાસ લીધા.(૩૦.૫)

રણજીતસિંહ પરમાર, આર્યસમાજ મણીનગર,

રાજકોટ- ફોન નં.(૦૨૮૧) ૨૩૬૦૩૩૯

યજ્ઞ-ભજન અને વિશેષ પ્રવચન

આર્યસમાજ હાથીખાના તથા માયાણીનગર ટ્રસ્ટ મહર્ષિ દયાનંદ સરસ્વતિના ૧૯૩માં જન્મદિવસે કાલે તા.૧૦ને શનિવારે સાંજે ૫ થી ૭ માયાણીનગર આર્ય સમાજ ખાતે ઉજજવવામાં આવશે. ઉપરોકત કાર્યક્રમમાં યજ્ઞ-ભજન- તેમજ વિષેશ પ્રવચન રાખવામાં આવેલ છે. ધર્મપ્રેમી ભાઇઓ તથા બહેનોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

(4:22 pm IST)
  • પંચમહાલના કાલોલમાં કેમીકલ છોડાતા પ્રદૂષણઃ વેજલપુરમાં બેરલમાંથી કેમીકલ ઢોળાતા લોકોની આંખોમાં બળતરા થવા લાગી હોવાની ફરીયાદ access_time 5:48 pm IST

  • ગુજરાતમાં જાણે આગ લાગવાની મોસમ ખીલી હોય તેમ હવે આજે વલસાડના તુંબ ગામમાં એક કંપનીના ગોડાઉનમાં લાગી આગ : લાખ્ખોનું નુકસાન : ફાયરબ્રિગેડની ટીમ પહોચી ઘટના સ્થળે access_time 3:00 pm IST

  • ફિલ્મ મણીકર્ણિકાના નિર્માતાઓને મળી મોટી રાહત : બ્રાહ્મણ સમાજે ફિલ્મનો વિરોધ પાછો ખેંચ્યો : 5 ફેબ્રુઆરીના રોજ બ્રાહ્મણ સમાજએ કંગના રનૌતની આગામી ફિલ્મ 'મણીકર્ણિકા' સામે ઈતિહાસમાં ચેડાં કરવાનો દાવો કરીને વિરોધ કર્યો હતો : ફિલ્મ નિર્માતાઓનું આશ્વાશન મળ્યા બાદ બ્રાહ્મણ સમાજે પોતાનો વિરોધ પાછો લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે access_time 12:46 am IST