Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

વિ.સં.૨૦૭૮ની મકરસંક્રાતિનું ફળ

સં.૨૦૭૮ પ્રમાદી તથા પ્લવ શક સંવત્સર ઉતરાયણ શિશિરઋતુ પોષ મહીનો બારસ શુક્રવારે ૧૪-૧-૨૦૨૨ બપોરે ૨:૩૦ વાગ્યે સુઇ મકર રાશિમાં પ્રવેશ કરે છે.

 નક્ષત્રઃ રોહીણી છે

 યોગઃ બ્રહ્મ છે.

 હરણઃ બાલવ છે

              સંક્રાતિનો દાન-પુષ્યકાળ

              તા.૧૪/૧/૨૦૨૨ શુક્રવારે

              બપોરે ૨:૩૦ થી સુર્ર્યાસ્ત સુધીનો છે. સંક્રાન્તિની વિગતો

 વાહનઃ વાઘ છે          હાથમાં ગદા લીધી છે.

 ઉપવાહનઃ ઘોડો છેઃ     કપાળમાં કેસરનું તિલક છે

 વસ્ત્રોઃ પીળા રંગના છેઃ  ઉમરઃ કુમારીકાની છે.

 સ્થિતિઃ બેઠેલી છે.       સુગંધ માટે જુઇનું ફુલ છે.

 દુધપાક ખાતી આવે છે.  જાતિ સુર્ય છે.

 મોતીનું આભુષણ છે.    વારનામ મિશ્રા છે.

 નક્ષત્રનામ નંદા છે

              સમુદાય મુહર્ત ૩૦ સામ્યાઇ છે.

 ઉત્તરમાંથી આવી         દક્ષિણ તરફ જાય છે

મુખ પૂર્વ દિશામાં છે.     દ્રષ્ટિ નૈઋત્ય ખુણા તરફ છેે.

ફળઃ સંક્રાતિ જે જે વસ્તુઓ - વ્યકિતઓ સાથે સંબંધ ધરાવે તે મોંઘી થાય. જેની સાથે સંબંધ  ધરાવે તેને ત્રાસ થાય.

વાઘ-ઘોડાને ત્રાસ થાય.

પીળી વસ્તુઓના ભાવો વધે. દુધ-દુધની મીઠાઇઓ, ચાંદી મોંધા થાય. ગદા જેવા હથિયારો મોંઘા થાય.

સંક્રાતિના દાન પુણ્યકાળના સમયે નવા વસ્ત્રો, ઘાસચારો, પીળા વસ્ત્રો, હળદર, સોનુ, ગોળ-ચણા-ગાય જેવા પશુઓનું દાન અથવા તે નિમિતનું દાન સુપાત્ર બ્રાહ્મણને દેવુ સવારમાં દાંતે, શરીરે તલ ઘસવા, તલમિશ્રીત પાણીથી નહાવુ, તલનું દાન દેવુ, તલનો હોમ કરવા તલ તથા તેની બનાવટો ખાવી, સુર્ય નારાયણને દુધનો અર્ધ્ય દેવો, શિવજી, વડીલો, બ્રાહ્મણોને વંદન કરવો. (૪૦.૯)

 

સમીક્ષકઃ

 નરેન્દ્રભાઇ મનુભાઇ શુકલ

રાજકોટ મો.૮૪૦૧૯ ૭૦૫૪૧

(3:36 pm IST)