Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

જો પ્રેગ્નેન્સી પ્લાન કરી રહયા હોય તો આ ૭ વાતો અંગે જાણકારી મેળવી લો

પ્રેગ્નેન્સી સીરીઝ-૧: ગર્ભાવસ્થા મહિલાઓની જીંદગીનો તે સમય જેમાં તેમના શરીરમાં અનેક પ્રકારના ફેરફારથી પસાર થવું પડે છે. એવામાં અનેક એવી વાતો છે જે પ્રેગ્નેન્સી પ્લાન કરતા સમયે એ જાણ હોવી જોઈએ. જેથી તમારે ગર્ભાવસ્થા દરમ્યાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી અથવા કોઈ આશંકાથી પસાર થવું ન પડે.

(૧) શું તમે તૈયાર છો ?: પ્રેેગ્નેન્સી પ્લાન કરતા પહેલા સૌપ્રથમ પગલું છે કે, શું તમારે તેના માટે માનસિક રીતે તૈયાર થવું જોઈએ. પ્રથમ એ નક્કી કરો કે, શું તમે હાલ માતા બનવા માટે તૈયાર છો કે, નહીં. કારણ કે,પ્રેગ્નેન્સી સમયે તમારું માનસિક અને ભાવનાત્મક રીતે મજબૂત હોવું ખૂબ જરૂરી છે.

(૨) ફોલિડ એસિડ લ્યોઃ દરેક મહિલાએ કંસીવ કરતા પહેલા ખાસ વિટામીન લેવાની જરૂરત હોય છે જેમાં ફોલિક એસિડ વધુ જરૂરી હોય છે. જે વિટામીન બી હોય છે જે ગર્ભસ્થ બાળક માચે નર્વસ સિસ્ટમ અને કોશિકાઓના વિકાસમાં મદદ કરે છે. કંસીવ કરવાના ૨-૩ મહિના પહેલાથી જ  જરૂરી જાણકારી એકઠી કરી લ્યો.

(૩)વજન સામાન્ય રાખોઃ વજન વધુ છે તો પ્રેગ્નેન્સી પ્લાન કરતા પહેલા સામાન્ય વજનની સીમામાં આવી જાવ. જેસ્ટેશનલ ડાયાબિટીઝ હોવાની આશંકા વચ્ચે બીએમઆઈ હોવું આદર્શ છે. ૨૫થી વધુ મેદસ્વી માનવામાં આવે છે.

(૪) જો કોઈ દવા લઈ રહ્યા હોય તો...: ક્રોનિક મેડિકેશન પર હોય એટલે કોઈ બિમારીની  સારવાર પહેલાથી જ લઈ રહ્યા હોય. થાઈરોઈડ, બીપી, એપિલેપ્સી, હેરફોલ કે એકનેની સારવાર લઈ રહ્યા હોય તા પ્રેગ્નેન્સી પહેલા ડોકટર્સની સલાહ જરૂરથી લો. કારણ કે, ઘણી દવાઓ ગર્ભને પ્રભાવિત કરી શકે છે.

(૫) સકારાત્મક જીવનશૈલી રાખોઃ ધુમ્રપાન અને આલ્કોહોલ ન લો. કેફિન એટલે કે ચા-કોફી બિલકુલ ઓછી કરો. નિયમિત વ્યાયામ, વોક અને યોગા કરો. સંયમિત અને સકારાત્મક જીવનશૈલી અપનાવો. સ્વસ્થ આહાર શરૂ કરવાનો સાચો સમય પણ આ જ છે.

(૬) માસિક ચક્ર અંગે જાણ રાખોઃ માસિક ચક્ર, ઓવ્યૂલેશન પેટર્ન સાથે સંબંધિત હોય છે. સામાન્ય રીતે ૨૮ દિવસના ચક્રમાં ઈંડુ, ચક્રના ૧૪માં દિવસ સુધી તૈયાર થઈ જાય છે અને ગર્ભાધાન માટે તે સૌથી સારો સમય હોય છે. 

(૭) આનુવંશિંક ટેસ્ટ કરાવોઃ થેલેસિમિયા, ડાઉન સિંડ્રોમ અથવા કોઈ ગંભીગ બિમારીની ફેમિલી હિસ્ટ્રી છે તો આનુવંશિક તપાસ જરૂર કરાવો. અહીં બાળકોને સ્થાનાંતરિક હોવાની સમસ્યા માટે સારવાર જેવા વિકલ્પ શોધવામાં મદદ કરે છે.

(3:34 pm IST)