Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

હાથી મસાલા દ્વારા રિટેલર મિત્રો માટે ફ્રિ 'રેડી કાટલું પાક' બોકસની ઓફર લોન્ચ

માત્ર ગુજરાતના રિટેલર મિત્રોને તક : ૨૨ મી સુધી લાભ લઇ શકાશે

રાજકોટ તા. ૧૦ : શિયાળામાં આરોગ્ય માટે સવોત્તમ ખવાતું કાટલું ગુજરાતમાં ફેમસ છે. શિયાળામાં વધારે લોકો આને ખાવાનો આગ્રહ રાખે છે. તે શરીરની સિસ્ટમને સ્ટ્રોંગ રાખવામાં મદદ કરે છે. કાટલું એ આપણી ટ્રેડિશનલ મીઠાઈ છે અને આરોગ્યવર્ધક છે. તેના પ્રત્યે જાગૃતિ વધે તે માટે હાથી મસાલાએ પંદગીના ૧ કિ.ગ્રા. મિકસ મસાલાની ખરીદી પર રિટેલર મિત્રો માટે રેડી કાટલુ પાક ૧ બોકસ ફ્રી આપવાની ઓફર લોન્ચ કરી છે.

માત્ર રિટેલર મિત્રો મુકવામાં આવેલ આ ઓફરમાં રિટેલરર્સ હાથી મસાલાના બિરયાની મસાલા, મરી પાવડર, ચાટ મસાલા, છોલે મસાલા, જીરું પાવડર, શુંઠ પાવડર, આમચૂર પાવડર, સિક્રેટ ગરમ મસાલા, કાટલું પાવડર, કીચન કિંગ મસાલા, પાણીપુરી મસાલા, પાંવભાજી મસાલા, પિપલીમુલ પાવડર, સબ્જી મસાલા, સંભાર મસાલા, ચા મસાલા અને સિક્રેટ ઊંધિયા મસાલાની ૫૦ ગ્રામ અથવા ૧૦૦ ગ્રામ બોકસમાંથી કોઇપણ ૧ કિ.ગ્રા. મિકસ મસાલાની ખરીદી પર રેડી કેટલું પાક ૧૫૦ ગ્રામનું ૧ બોકસ ફ્રી અપાશે. આ સિવાય પણ કાટલું પાવડર ૧૦૦ ગ્રામ અને ૫૦૦ ગ્રામના પેકિંગમાં ઉપલબ્ધ છે.

ગર્ભવતી મહિલા માટે ઉત્તમ ગણાતું અને શિયાળાનો સર્વશ્રેષ્ઠ પાક કાટલું પાકની આ અદભૂત ઓફર માત્ર ગુજરાતના રિટેલર મિત્રો માટે તા. ૨૨/૦૧/૨૦૨૨ સુધી જ ઉપલબ્ધ હોય જેનો રિટેલરોને બહોળા પ્રમાણમાં લાભ લે તેવો હાથી મસાલાએ અનુરોધ કર્યો છે.

(4:19 pm IST)