Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ભગવતીપરામાં પિત્રાઇ ભાઇના ઝઘડાનો ખાર રાખી દરાન રાઉમા પર ગોૈરાંગનો પાઇપથી હુમલો

ત્રણ દિવસ પહેલા ગોૈરાંગના પિતા અરવિંદભાઇ સાથે દરાનના ભાઇ શાબીરને મજાક-મસ્તી મામલે થયેલો ડખ્ખો કારણભુતઃ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૦: ભગવતીપરા રિધ્ધી સિધ્ધી સોસાયટી-૫ના ખુણે ભગવતીપરા પોલીસ ચોકી સામેની શેરીમાં રહેતાં ટ્રક ડ્રાઇવર દરાન સલિમભાઇ રાઉમા (ઉ.૨૧) નામના યુવાન પર રવિવારે સાંજે પાંચેક વાગ્યે ભગવતીપરા સ્વામિનારાયણ ડેરી સામે રહેતાં ગોૈરાંગ ઉર્ફ ગવલો અરવિંદભાઇ બાવાજીએ પાઇપથી હુમલો કરી ડાબા પગના નળામાં ઘા ફટકારી દેતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં બી-ડિવીઝનના પીએસઆઇ પી. બી. ત્રાજીયાએ હોસ્પિટલે પહોંચી દરાનની ફરિયાદ પરથી ગોૈરાંગ ઉર્ફ ગોૈરવ સામે ગુનો નોંધ્યો હતો. દરાને કહ્યું હતું કે ત્રણેક દિવસ પહેલા ભગવતીપરા દરગાહવાળા રોડ પર મારા મોટા બાપુનો દિકરો શાબીર અને ગોૈરાંગના પિતા અરવિંદભાઇ ઉભા હતાં ત્યારે એક બીજા સાથે હસી-મજાક કરતાં અરવિંદભાઇએ તેને મજાક મશ્કરી કરવાની ના પાડતાં બંને વચ્ચે ગાળાગાળી અને બોલાચાલી થઇ હતી. આ બાબતનો ખાર ગોૈરાંગ ઉર્ફ ગોૈરવે રાખી મારા પર હુમલો કર્યો હતો.   પોલીસે આરોપીને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.

(2:54 pm IST)