Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રાજકોટ હીરા પન્ના એશોસીએશનના પ્રમુખ પદે ફરીવાર સંજય પંડિત ચૂંટાયા

રાજકોટઃ શહેરના ડો.યાજ્ઞિકરોડ ઉપર આવેલ હીરા પન્ના બીલ્ડીંગના એશોસીએશનની વાર્ષીક સાધારણ સભા બોલાવવામાં આવેલ હતી જેમાં સંજય પંડિત તથા કમીટી મેમ્બરો એ વર્ષ ૨૦૧૭થી સંભાળેલ કારભાર અંગે પારદર્શક કામગીરીને આધારે તેઓ સતત પાંચમાં વર્ષે 'રાજકોટ હીરા પન્ના ઓનર્સ એશોસીએશન' ના પ્રમુખ પદે વરણી કરવામાં આવેલ છે.

આ વખતે પ્રમુખપદ માટે રેસ મા એડવોકેટ સંજયભાઇ પંડિત ઉપરાંત વરીષ્ઠ પત્રકાર શ્રી પ્રવીણભાઇ ગજજર પણ મેદાને હતા. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે નરવીરસિંહ જાડેજા, સેકફેટરી તરીકે શ્રી પ્રવિણભાઇ ગજજર, ખજાનચી તરીકે શ્રી ઇન્દ્રનીલભાઇ શાહની નીમણુક સર્વાનુમતે કરવામાં આવેલ હતી અને કરોબારી સભ્ય તરીકે શ્રી કુમારભાઇ લાખાણી, શ્રી રૂષીરાજ જાડેજા , ડો.રાજેશભાઈ પટેલ , શ્રી કલ્પેશભાઇ પટેલ, શ્રી અશોકભાઇ દોશીની વરણી કરવામાં આવેલ છે.

અત્રે એ નોધનીય છે કે ગત તા.૧૬-૯-૨૦૧૭ ના રોજ   સંજય પંડિત તથા નવા કમીટી મેમ્બરોને 'રાજકોટ હીરા પન્ના એશોસીએશન'ની મેનટેનન્સ અંગેની જવાબદારી સુપરત કરવામા આવી તે વખતે બીલ્ડીંગ મેનટેન કરવા માટે પ્રમુખશ્રી સંજય પંડિત અને નવી કમીટી સામે કપરા ચઢાણો હતા કારણકે બીલ્ડીંગ મેનટેનન્સની કામગીરી સાવ ખાડે ગયેલ હતી તેમજ ઘણા બધા ઓનર્સા લાંબા સમયથી મેનટેનન્સની રકમો આપતા નહતા અને બીલ્ડીંગ મેનટેન કરવા માટે અગાઉની જુની કમીટી પાસે પુરતુ ફંડ પણ અવેલેબલ નહતુ જેને કારણે જુની કમીટી એ બીલ્ડીંગની તમામ કોમન ફેસેલીટી જેવીકે લીફટ, લાઇટીંગ, પાણી, સફાઈ વીગેરે બંધ કરવાના નીર્ણય લેવાનો વારો આવેલ હતો કારણકે બીલ્ડીંગ ના મેનટેન કરવા તે વખતે બેન્ક બેલેન્સ આશરે માત્ર રૂ.૫૦ હજાર અને રોકડ બેલેન્સ માત્ર રૂ.૪ હજાર હતી તેમજ બીલ્ડીંગ મેનટેનન્સ પેટે ની ઉઘરાણી આશરે રૂ. લાખ જેવી બાકી હતી અને ઘણા બધા ઓનર્સો ઘણા વર્ષોથી નીયમીત મેનટેનન્સની રકમ ચુકવતા નહતા આ ઉપરાંત બીલ્ડીંગ ની બેઝીક સુવીધાઓ જેવીકે લાઈટીંગ, બીલ્ડીંગનો કલર, ચોમાસામાં બીલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોરના શોરૂમોમાં પાણી ભરાવવાની સમસ્યા, તેમજ અન્ય અસામાજીક તત્ત્વો નો અડડો સમાન હીરા પન્ના બીલ્ડીંગ બની ગયેલ હતુ, તેમજ બીલ્ડીંગ નો માસીક મેનટેનન્સ ખર્ચ આશરે ૭૦થી ૮૦ હજાર જેટલો હતો તેને પહોચી વળવા કોઇ વધારાનું ફંડ હતુ નહી તેવી પરિસ્થિતીમાં સંજય પંડિતને બીલ્ડીંગ મેનટેનન્સ ની જવાબદારી સોંપવામા આવેલ. જેની તેઓએ સુપેરે નિભાવી હતી. તેઓને અભિનંદનવર્ષા થઈ રહી છે.

(2:51 pm IST)