Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રાજકોટ ઠંડા...ઠંડા...કૂલ... કૂલ...: ૯.૭ ડીગ્રી

શહેરમાં આકરી ઠંડીનો દોર, લોકો ઠુઠવાયાઃ ફરજીયાત ગરમ વસ્ત્રોનો સહારો : સૌરાષ્ટ્ર- ગુજરાતમાં હજુ ત્રણેક દિવસ ઠંડીનો પારો ૧૦ ડિગ્રીની આજુબાજુ રહેશેઃ ૧૯મી જાન્યુઆરી બાદ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉદ્દભવશેઃ વેધરએકપર્ટ એન.ડી.ઉકાણી

રાજકોટ,તા.૧૦: પહાડી પ્રદેશોમાં ભારે બરફવર્ષા અને વરસાદના કારણે દેશના મોટાભાગના રાજયોમાં કાતિલ ઠંડીનો દોર ચાલુ છે.  તો સૌરાષ્ટ્ર- ગુજરાતમાં પણ ઠંડીનો જોરદાર રાઉન્ડ ચાલુ છે. દરમિયાન વધેરએકસપર્ટ અને હવામાન ખાતાના પૂર્વ અધિકારી શ્રી એન.ડી. ઉકાણીએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી ત્રણેક દિવસ સૌરાષ્ટ્ર- ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ ચાલુ રહેશે. ઠંડીનો પારો ૧૦ ડિગ્રીની આસપાસ ઘુમતો જોવા મળશે. તો ૧૯મી બાદ વધુ અને વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ બનબી રહયું છે. જેની સૌરાષ્ટ્ર- ગુજરાત ઉપર કેવી અસર પડશે તે આગામી દિવસોમાં ખબર પડશે.

તો રંગીલા રાજકોટ શહેરમાં પણ ઠંડીનો જોરદાર રાઉન્ડ ચાલુ છે. ગઈકાલે ૧૦.૩ ડીગ્રી ન્યુનતમ તાપમાન નોંધાયા બાદ આજે સવારે ૯.૭ ડીગ્રી તાપમાન નોંધાયું છે. ઠાર સાથે ઠંડા પવન ફૂંકાઈ રહયા હોય ઠંડીની અસર વધુ જોવા મળી રહી છે. લોકો ગરમ વસ્ત્રોમાં જ જોવા મળી રહયા છે.

હવામાન ખાતાના પૂર્વ અધિકારી અને વેધર એકસપર્ટ શ્રી એન.ડી.ઉકાણીએ જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ કાતિલ ઠંડીનો દોર જારી રહેશે. ન્યુનતમ તાપમાન ૧૦ ડિગ્રીની આસપાસ જ જોવા મળશે. હાલ ઠંડીનો દોર જારી રહેશે.

જયારે ૧૯મી જાન્યુઆરી બાદ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે. જેની અસર સૌરાષ્ટ્ર- ગુજરાાતને કેવી થશે તે સિસ્ટમ્સ આગળ વધ્યા બાદ ખબર પડશે. જો કે અત્યાર સુધી જેટલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યા છે એ તમામ સિસ્ટમ્સની અસર સૌરાષ્ટ્ર- ગુજરાાતને થઈ છે. તમામ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લોઅર લેટીટયુડમાંથી પસાર થયા છે. નવી સિસ્ટમ્સ બની રહી છે. તે પણ ગુજરાતને અસર કરે તેવો અનુમાન છે.

(3:07 pm IST)