Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ભારતમાં -વિદેશમાં ભણવા માટે તથા યુવા કલાકારો માટે સ્કોલરશીપ આવી ગઇ

ફોરેનમાં માસ્ટર ડીગ્રીમાં અભ્યાસ કરતા અથવા એડમીશન મેળવવા માટે તથા સમાજમાં ઉપયોગી સર્જન કરતા કલાકારો માટે ફેલોશીપ : કોરોના દરમ્યાન માતા-પિતા કે કુટુંબના કમાનાર સભ્ય ગુમાવનાર ધોરણ ૧ થી સ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થીઓ માટે ખાસ શિષ્યવૃતિ

રાજકોટ,તા. ૧૦ : હાલના સમયમાં વિવિધ ક્ષેત્રમાં નિપૂણતા મેળવવા માટે શિક્ષણ પણ ખૂબ જરૂરી બની ગયું છે. સમાજમાં શિક્ષિત વ્યકિતનું સ્થાન હંમેશા ઉંચુ રહે છે. જ્ઞાન તથા યોગ્ય માહિતીને કારણે વ્યકિત સમય સાથે કદમ મીલાવી શકે છે. હાલમાં અલગ અલગ કક્ષાનું તથા ફોરેનમાં અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ મેળવવા વિવિધ સ્કોલરશીપ ઉપલબ્ધ છે.  ઉપરાંત યુવા કલાકારો માટે પણ ફેલોશીપ મળી રહી છે. જેથી ઉપર એક નજર કરીએ તો ...

* જે એન. ટાટા એન્ડોમેન્ટ લોન સ્કોલરશીપ ૨૦૨૨-૨૩ અંતર્ગત ભારતીય વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન સ્કોલરશીપ આપવામાં આવે છે. જેમાં પસંદ થનાર ઉમેદવારોને ૧૦ લાખ રૂપિયા સુધીની લોન સ્કોલરશીપ આપવામાં આવે છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૧-૩-૨૨ છે. પસંદ થયેલા ઉમેદવારોને આંશિક 'યાત્રા અનુદાન' તથા એક 'ઉપહાર પુરસ્કાર' માટે સાંકળવામાં આવી શકે છે જે તેઓના ફોરેન અભ્યાસ સંદર્ભે એકેડેમિક દેખાવ સાથે જોડાયેલ હશે.

- અરજી કરવા માટેની પાત્રતા

જે ભારતીય ઉમેદવારો ૩૦ જૂન, ૨૦૨૨ સુધીમાં ૪૫ વર્ષની ઓછી ઉંમર ધરાવતા હોય અને જેઓએ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ હોય અથવા તો ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય (સ્નાતક અથવા તો અનુસ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા ૬૦ ટકા જરૂરી છે) તેઓ અરજીપાત્ર છે. ઉપરાંત જે ઉમેદવારો ફોરેનના બે વર્ષના અભ્યાસક્રમ સંદર્ભે પ્રથમ વર્ષમાં ભણતા હોય અને ફોરેનમાં બીજા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા હોય કે જેઓ પાસે ફોરેનમાં ભણવા માટે ઓછામાં ઓછું એક વર્ષ બચ્યુ હોય તેઓ પણ અરજીપાત્ર છે. (સામાન્ય રીતે કોઇ પણ કેલેન્ડર વર્ષમાં જુલાઇ સુધીનું વર્ષ હોય છે.)જે કોર્ષમાં ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવે છે તેઓ ને સ્નાતક અભ્યાસક્રમ (ભારતીફ શબ્દાવલી અનુસાર અનુસ્નાતક) માટે માન્યતા હોવી જરૂરી છે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/JNT1

* કોવિડ ક્રાઇસીસ (જયોતિ પ્રકાશ)  સપોર્ટ સ્કોલરશીપ પ્રોગ્રામ ૨૦૨૧ અંતર્ગત જે બાળકો કોરોનાને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હોય તેઓને શિક્ષણ મેળવવા માટે દર વર્ષે ૩૦ હજાર રૂપિયા સુધી શિષ્યવૃતિ તથા મેન્ટરશીપનો લાભ આપવામાં આવે છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારખી ૩૧-૧-૨૦૨૨ છે.

-અરજી કરવા માટેની પાત્રતા

ધોરણ ૧ થી સ્નાતક સુધી અભ્યાસ કરતા જે ભારતીય વિદ્યાર્થીઓએ જાન્યુઆરી ૨૦૨૦ પછીથી તેઓના માતા-પિતા અથવા તો પરિવારના કમાનાર સભ્યોને કોરોનાને કારણે ગુમાવી દીધો હોય કે પછી પરિવારમાં કમાનાર સભ્ય પાસે નોકરી કે રોજગાર ન હોય તેવા વિદ્યાર્થીઓ અરજીપાત્ર છે. વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમમાં એડમીશન લઇ લીધું હોય અને તેઓ પોતાનું શિક્ષણ ચાલુ રાખવા માંગતા હોય તેવા જ વિદ્યાર્થીઓ સ્કોલરશીપને પાત્ર બનશે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/CCSP1

* કૃતિ ફેલોશીપ ૨૦૨૧ અંતર્ગત વીકેયર એન્ડ ડીસ્કવરી વિલેજના સહયોગથી ધ હાઇફન દ્વારા એક પહેલ કરવામાં આવી છે જે સમાજમાં ઉપયોગી બદલાવ લાવવા માટે યુવા કલાકારોને પોતાની કળાનું સર્જન કરવાનો મોકો આપે છે. આ ફેલોશીપ અંતર્ગત ૩૦ વર્ષથી ઓછી ઉંમરના ૨૫ યુવા કલાકારોને મેન્ટરશીપનો લાભ, એક લાખ રૂપિયાનું અનુદાન તથા મ્યુઝીયમ મેકીંગની એક તક આપવામાં આવશે.

- અરજી કરવા માટેની પાત્રતા

૩૦ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા વ્યકિતગત ભારતીય કલાકારો તા.૩૧-૧-૨૦૨૨ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. પસંદ થનાર ઉમેદવારોને એક લાખ રૂપિયાનું અનુદાન તથા મેન્ટરશીપનો લાભ મળવાપાત્ર થશે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/KRF1

 ઉચ્ચ કારકિર્દી બનાવવા માટે હાલમાં ઉપયોગી સ્કોલરશીપ મળી રહી છે ત્યારે યોગ્ય લાયકાત સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, આત્મવિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને બેસ્ટ ઓફ લક.(૨૨.૯)

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

(10:30 am IST)